• Gujarati News
  • Utility
  • Gadgets
  • OTP Will Be Automatically Deleted From The Messaging Apps, Creating A Separate Section For Promotional Messages From Family, Friends And Business

ગૂગલનું નવું ફીચર:મેસેજિંગ એપ્સથી OTP ઓટોમેટિક ડિલીટ થઈ જશે, ફેમિલી, મિત્રો અને બિઝનેસના પ્રમોશનલ મેસેજ માટે અલગ સેક્શન બનાવી શકાશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલનું મેસેજ કેટેગરી ફીચર મશીન લર્નિંગ ટેક્નોલોજી પર કામ કરે છે
  • બેંકનાં ટ્રાન્ઝેક્શન અને બિલનાં મેસેજ ફિલ્ટર થઈને ટ્રાન્ઝેક્શન ટેબમાં જતા રહેશે

ગૂગલે નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર ગૂગલની મેસેજિંગ એપ માટે હશે. કંપની યુઝર્સ માટે મેસેજ જોવાની એક અલગ જ રીત લઈને આવી છે. તેમાં ફેમિલી, મિત્રો અને બિઝનેસના પ્રમોશન મેસેજની જેમ અલગ કેટેગરી બનાવી શકાશે. વાંચેલા મેસેજ, મોકલેલા મેસેજનું કન્ફર્મેશન પણ જાણી શકાશે.

મેસેજ સર્ચ કરીને જોવામાં સરળતા થશે
ગૂગલનું મેસેજ કેટેગરી ફીચર મશીન લર્નિંગ ટેક્નોલોજી પર કામ કરે છે. આ કેટેગરીથી મેસેજ ઓટોમેટિક ફિલ્ટર થાય છે. તેમાં પર્સનલ, ATM ટ્રાન્ઝેક્શનવાળા મેસેજ, OTPsના મેસેજ સામેલ છે. ગૂગલનું કહેવું છે કે, આ ફીચરથી મેસેજ સર્ચ કરીને જોવામાં સરળતા રહેશે.

ટ્રાન્ઝેક્શન ટેબ ફીચર
બેંકનાં ટ્રાન્ઝેક્શન અને બિલનાં મેસેજ ફિલ્ટર થઈને ટ્રાન્ઝેક્શન ટેબમાં જતા રહેશે. ફોનબુકમાં સેવ નંબરથી ચેટવાળા મેસેજને પર્સનલ ટેબમાં જોવા સરળ બનશે.

OTP 24 કલાક પછી ડિલીટ થઈ જશે
​​​​​​​ઈનબોક્સનાં બિનજરૂરી મેસેજ ડિલીટ કરવા ગૂગલ ઓટોમેટિક વન ટાઈમ પાસવર્ડ (OTP) ડિલીટ કરી દેશે. મેસેજ આવ્યાને 24 કલાક પછી ડિલીટ થઈ જાય છે. તેનાથી મેસેજ ડિલીટ કરવા માટે અલગથી સમય નહીં આપવો પડે.

પ્રોસેસ
આ ફીચર એક્ટિવ કરવા માટે ‘Continue’ બટન પર ક્લિક કરો. એન્ડ્રોઈડ ફોનમાં એન્ડ્રોઈડ-8 વર્ઝનને સપોર્ટ કરે છે. OTP ડિલીટનું નવું ફીચર ઓપ્શનલ હશે તેને સેટિંગ્સથી મેનેજ કરી શકાય છે. જો તમે તેનો ઉપયોગ કરવા ઇચ્છતા હોવ તો, સેટિંગથી મેનેજ કરી શકો છો. ગૂગલ મેસેજ એપનાં નવા વર્ઝનને ડાઉનલોડ કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...