• Gujarati News
  • Utility
  • Gadgets
  • Oraimo Temp 1S (OSW 11) Smartwatch|This Affordable Watch From Oraimo Has Advanced Features Like Premium Smartwatches, Supports 6 Sports Modes.

ફર્સ્ટ ઓપિનિયન:ઓરાઈમોની આ સસ્તી વોચમાં છે પ્રીમિયમ સ્માર્ટવોચ જેવાં એડવાન્સ ફીચર્સ, 6 સ્પોર્ટ મોડ સપોર્ટ કરે છે

એક વર્ષ પહેલા
  • વોચમાં 200mAhની બેટરી છે અને તેમાં પાવર સેવિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે
  • વોચમાં 1.3 ઈંચની HD IPS ડિસ્પ્લે છે

સ્માર્ટ ગેજેટ મેકર ઓરાઈમોએ કેટલાક દિવસ પહેલાં જ તેની લેટેસ્ટ સ્માર્ટવોચ ટેમ્પો 1S લોન્ચ કરી હતી. તેની કિંમત 2300 રૂપિયા કરતાં પણ ઓછી છે. અર્થાત કંપનીએ તેને એવા યુઝર્સ માટે ડિઝાઈન કરી છે જે ઓછી કિંમતમાં એડવાન્સ ફીચર્સથી સજ્જ વોચની શોધમાં હોય.

વોચમાં પ્રીમિયમ સ્માર્ટવોચમાં મળતાં તમામ ફીચર્સ મળે છે. તેમાં હાર્ટ રેટ મોનિટર, પેડોમીટર અને વોટર રેઝિસ્ટન્સ સામેલ છે. ખાસ વાત એ છે કે કંપની આ વોચ સાથે વૉરન્ટી પણ આપી રહી છે. ચો ચાલો ફર્સ્ટ ઓપિનિયનથી જાણીએ ઓરાઈમોની આ વોચમાં શું નવું છે, તેના કયા ખાસ ફીચર્સ ધરાવે છે.

ઓરાઈમો ટેમ્પો 1S: કેટલી કિંમત છે
વોચની MRP 3499 રૂપિયા છે. પરંતુ તેની ખરીદી 2299 રૂપિયામાં કરી શકાય છે. ફ્લિપકાર્ટ પરથી વોચની ખરીદી પર કેટલીક ઓફર્સનો લાભ પણ મળે છે.

ઓરાઈમો ટેમ્પો 1S: સ્માર્ટવોચની ખાસિયતો

  • ડિસ્પ્લે: વોચમાં 1.3 ઈંચની HD IPS ડિસ્પ્લે છે. તે ટચ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેની બ્રાઈટનેસ એડ્જસ્ટ કરી શકાય છે. આ વોચમાં માત્ર 3 વોચ ફેસ સેટ મળે છે. જોકે અન્ય કંપનીઓની વોચમાં કસ્ટમાઈઝ વોચ ફેસિઝની સુવિધા મળે છે.
  • બેટરી: વોચમાં 200mAhની બેટરી છે અને તેમાં પાવર સેવિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે તે ફુલ ચાર્જમાં 20 દિવસનું બેટરી બેકઅપ આપે છે. વોચમાં USB ડાયરેક્ટ ચાર્જ સપોર્ટ મળે છે. ચાર્જ કરવા માટે તેની સ્ટ્રિપ રિમૂવ કરવાની રહેશે.
  • હેલ્થ-સ્પોર્ટ મોડ: વોચમાં 6 સ્પોર્ટ્સ મોડ મળે છે. તેમાં રનિંગ, જંપ રોપ, પિંગ પોંગ, રાઈડિંગ, બેડમિન્ટન અને ટેનિસ સામેલ છે. આ સિવાય વોચમાં વેધર, પેડોમીટર, હાર્ટ રેટ મોનિટર, 24/7 એક્ટિવિટી એન્ડ સ્લીપ ટ્રેકિંગ, કેલરી ડિસ્ટન્સ ટ્રેકિંગ સહિત ઓન સ્ક્રીન નોટિફિકેશન (ફેસબુક/વ્હોટ્સએપ/ઈન્સ્ટાગ્રામ)નો સપોર્ટ મળે છે. સ્માર્ટફોન કનેક્ટિવિટી માટે એક ખાસ એપ ડાઉનલોડ કરવાની રહેશે. વોચ એન્ડ્રોઈડ 4.4 અને iOS 8.0 અને તેની ઉપરના OS વર્ઝન સાથે કમ્પેટિબલ છે.
અન્ય સમાચારો પણ છે...