તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ColorOS 11 રિવ્યૂ:ઓપોની આ ઓપરેટિંગ સિસ્ટમ વધારે સિક્યોર અને ઉપયોગી છે; જાણો તેના ખાસ ફીચર્સની માહિતી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્માર્ટફોન મેકર ઓપોએ તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ colorOS 11 લોન્ચ કરી છે. ઓપોમાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે એન્ડ્રોઈડ 11 પણ ઉમેરાઈ છે. કંપનીએ મેક લાઈફ ફ્લો કોન્સેપ્ટ સાથે colorOS 11 રજૂ કરી હતી. કંપનીએ Find X2 સહિત અનેક ડિવાઈસમાં લેટેસ્ટ Color OS 11 અપડેટ કરી છે. કંપનીનો દાવો છે કે, નવી Color OS 11 જૂની Color OS 7.2 કરતાં વધારે સારી અને ઉપયોગી છે. તો Color OS 11નાં રિવ્યૂથી તેનાં ફીચર્સ અને તેની ખાસિયતો વિશે જાણીએ...

થ્રિ ફિંગર ટ્રાન્સલેશન
ColorOS 11 ઘણા ફીચર્સથી સજ્જ છે, જે તમારી પ્રોડક્ટિવિટીને વધારે છે. તેમાં Google Lensનો સપોર્ટ મળે છે. થ્રિ ફિંગર જેશ્ચરથી ટેક્સ્ટનું ટ્રાન્સલેશન કરી શકાશે. આ ફીચરથી 3 આંગળીઓથી સ્ક્રીનશૉટ લેવામાં આવે તો સ્ક્રીન પર રહેલી ટેક્સ્ટનું અનુવાદન થાય છે.

નિયર બાય શેર
તેમાં ફોટો શેરિંગ અને એડિટિંગની સુવિધા મળે છે. હવે ફોટો શેર કરવા માટે કોઈ એડિશનલ એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર નહિ રહે. સાથે ColorOS11માં સરળતાથી ફાઈલ ટ્રાન્સફર કરી શકાશે. સિક્યોરિટી માટે પરમિશન ઓપ્શન પણ મળશે.

ફ્લેક્સ ડ્રોપ
આ એક મલ્ટિ ટાસ્કિંગ ફીચર છે, જેની મદદથી યુઝર એક જ સમયે વીડિયો અને ટેક્સ્ટ જોઈ શકે છે. આ ફીચર ગેમર્સ અને વીડિયો જોવા માટે એક ગિફ્ટ છે. નવી અપડેટમાં યુઝર કોઈ પણ એડિશનલ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર સ્માર્ટ હોમ ડિવાઈસ કન્ટ્રોલ કરી શકે છે.

બેટરી કેવી છે?
બેટરીને વધારે ચલાવવા માટે નવા સુપર સેવિંગ મોડનો ઉપયોગ કર્યો છે. નવી અપડેટમાં યુઝર્સને ઓછી બેટરીમાં પણ છ એપ ઓપરેટ કરવાનો ઓપ્શન મળે છે. તેમાં ફોનની બેટરી ઓછી થતા અમુક જરૂરી એપને ઓન કરીને બધી એપનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે છે. તેનાથી બેટરી લાઈફ વધી જાય છે. હાલ 6 એપને સ્પેશિયલ સેવિંગ મોડમાં રાખી છે.

સારી સિક્યોરિટી
Coloros 11 મેક્સિમમ સિક્યોરિટીથી સજ્જ છે. તેમાં એન્ડ્રોઈડ 11ની દરેક સિક્યોરિટી અને પ્રાઈવસી ફીચર્સ સામેલ છે. નવી અપડેટમાં યુઝર્સને પ્રાઇવેટ સિસ્ટમ બનાવવાની તક મળશે જેમાં એપ અને ડેટાનું સેકન્ડ વર્ઝન મૂળ સેફ રહે છે અને તેને અલગ ફિંગરપ્રિન્ટ સ્કેન કે પાસવર્ડથી ઓપન કરી શકાય છે.

નોટિફિકેશનની આ ખાસ સુવિધા
Coloros 11માં લૉ બેટરી નોટિફિકેશનની સુવિધા છે જે યુઝર્સના ફોનની બેટરી વિશે તેના મિત્રો અને પરિવારને નોટિફિકેશન મોકલે છે. તમારા નજીકના લોકોને નોટિફિકેશન મળી જાય છે કે તમારા ફોનમાં લૉ બેટરી થઇ ગઈ છે. આ ફીચર માત્ર ભારતીય યુઝર્સ માટે જ છે. Coloros OS 11 અપડેટની શરુઆત Find X2 Series અને Reno3 સિરીઝથી થશે, જો કે, Find, Reno, F, K અને A સિરીઝના 28થી વધારે મોડેલ્સને પણ આ અપડેટ મળશે.

આ ઊણપ પણ છે:
Coloros 11માં તમામ સારા ફીચર્સ હોવા છતાં એક-બે ઊણપો રહી ગઈ છે. જો કે, કંપનીએ કહ્યું કે, તેના પર કામ કરીને તેને સોલ્વ કરી લેવામાં આવશે. ઊણપ એ છે કે, આ એપ્સને બેકગ્રાઉન્ડમાં લોન્ચિંગ કરવા ઓટોમેટિકલી રિસ્ટ્રીક્ટ કરે છે. ડાર્ક થીમ દરેક સ્ક્રીન જેમ કે ડુ નોટ ડિસ્ટર્બ અને નોટિફિકેશન હિસ્ટ્રી પેજ પર અપ્લાઈ થતું નથી. તે નવા ડાર્ક ગ્રે અને લાઈટ ગ્રે સ્ટાઈલને ફોલો કરતો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો