તમારે ફોન પર કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની હોય, મેલ ચેક કરવાના હોય, ગૂગલ પર સર્ચ કરવાનું હોય આ બધા માટે ઇન્ટરનેટની જરૂર પડે છે. સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ ત્યારે જ કરી શકાય જ્યારે તેમાં ઇન્ટરનેટ હોય. એટલે જ હાઇ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ હવે જરૂરિયાત બની ગયો છે. આટલું જ નહીં, હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે સ્માર્ટફોન કંપનીઓ સતત ઇનોવેશન્સ પણ કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને હવે ચીનની બ્રાંડ ઓપ્પો તેના ફ્યુચર સ્માર્ટફોન્સમાં લાઇટ ફિડેલિટી એટલે કે Li-Fi (Li-Fi) ટેક્નોલોજી આપી શકે છે.
ફોન માટે પેટન્ટ તૈયાર થઈ ગઈ
એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે, કંપની Li-Fi ટેક્નોલોજી સાથે પોતાનો ફોન માર્કેટમાં લાવવા જઈ રહી છે. ઓપ્પોએ તાજેતરમાં જ ફોન માટે પેટન્ટ તૈયાર કરી છે, જે લાઇટ સેન્ટ્રિક કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. જો કે, આ ટેક્નોલોજી ઘણા વર્ષો પહેલા આવી ગઈ હતી. પરંતુ કોઈએ તેની પર કામ નહોતો કર્યું. હવે ઓપ્પો તેનો ઉપયોગ કરવા માગે છે.
Li-Fi ટેક્નોલોજી શું છે?
Li-Fi એક એવી સ્પેશિયલ ટેક્નોલોજી છે, જેમાં ડેટા ટ્રાન્સફર લેડ્સની મદદથી થાય છે. ખાસ વાત એ છે કે, લાઇટ સોર્સ એકદમ ઓછો થઈ જાય તો પણ Li-Fi ટેક્નોલોજી કામ કરે છે અને લાઇટ એટલી ઓછી થઈ જાય છે કે માનવ આંખોથી જોઈ શકાતી નથી. જેના કારણે તે Wi-Fi કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. Wi-Fi મોડેમથી વિપરીત આ બહારની બાજુ લગાવવામાં આવે છે.
IT મંત્રાલયે 2018માં Li-Fiનો ટેસ્ટ કર્યો હતો
ભારતમાં ઇલેક્ટ્રોનિક અને IT મંત્રાલયે વર્ષ 2018માં Li-Fiનું ટેસ્ટિંગ કર્યું હતું. આ ટેક્નોલોજીમાં કલાક દીઠ 1 કિમીના ત્રિજ્યામાં 10GB પ્રતિ સેકંડની ઝડપે ઇન્ટરનેટ પહોંચાડવા માટે LED બલ્બ અને લાઇટ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિચાર દેશના એવા મુશ્કેલ વિસ્તારોને જોડવા માટે આવ્યો હતો, જેમના સુધી ફાઇબર ટેક્નોલોજી પહોંચી નથી શકતી. જો કે, આ વિસ્તારોમાં વીજળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.