ચાઈનીઝ સ્માર્ટફોન કંપની ઓપ્પો ભારતીય ગ્રાહકો માટે પોતાનો ઈ સ્ટોર ઓપન કરશે. કંપનીએ જણાવ્યું કે 7 મે એ દેશમાં પોતાનો ઈ સ્ટોર લોન્ચ કરશે. કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કંપની ગ્રાહકો માટે ઓનલાઈન શોપિંગને સરળ બનાવા માગે છે. કંપનીએ જણાવ્યું કે ગ્રાહક આ સ્ટોરથી પોતાની મનપસંદ પ્રોડક્ટ માત્ર એક જ ક્લિક કરી ખરીદી શકશે.
ઓપ્પોનો આ ઈ સ્ટોર ગ્રાહકોને ઘરથી શોપિંગ કરવા માટે સારો એક્સપિરિઅન્સ આપશે. ગ્રાહક ઘરે બેસીને કંપનીની તમામ પ્રોડક્ટ્સ સરળતાથી ખરીદી શકશે.
કંપની બંને પ્લેટફોર્મને મજબૂત બનાવવા માગે છે
ઓપ્પો ઈન્ડિયાના CMO,દમયંત સિંહ ખનોરિયાએ કહ્યું કે, ઓપ્પો ઈ સ્ટોરનું લોન્ચિંગ અમારી રિટેલ ઉપસ્થિતિને વેગ આપવા માટે મોટી જીત છે. અમે પોતાના ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મને સમાન રીતે મજબૂત બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ પ્લેટફોર્મ ગ્રાહકોને મુશ્કેલ સમયમાં પોતાના ઘરોથી નવી ટેક્નોલોજી સુધીની પહોંચ માટે સક્ષમ કરશે. કંપની ભારતમાં 60 હજાર સેલ પોઈન્ટ અને 180 રિટેલ સ્ટોર્સ સાથે ગ્રાહકોના એક્સપિરિઅન્સને વધુ સારો બનાવવા માગે છે.
ઓપ્પોએ સૌથી સસ્તો 5G ફોન લોન્ચ કર્યો
ઓપ્પોએ ભારતીય માર્કેટમાં અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન A54 5G લોન્ચ કર્યો છે. તેની કિંમત 17,900 રૂપિયા છે. ફોનનું સિંગલ 6GB+128GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. સૌથી સસ્તો 5G સ્માર્ટફોન 5000mAhની બેટરીથી સજ્જ છે. તેમાં ટ્રિપલ રિઅર કેમેરા અને થર્મલ મેનેજમેન્ટ માટે મલ્ટિ કૂલિંગ સિસ્ટમ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.