તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ સ્માર્ટફોન:રોલેબલ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે ઓપ્પો, ઈન્ટરનેટ પર લીક થયો કોન્સેપ્ટ મોડેલનો ફોટો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં પુલ અપ ડિસ્પ્લે પેનલ છે, જે સ્ક્રોલની જેમ અંદર અને બહાર ફરે છે
  • સ્ક્રીન બહાર આવવા પર ડિસ્પ્લેનો એરિયો આશરે 80% વધે છે

ચાઈનીઝ કંપની ઓપ્પો તેના લેટેસ્ટ રોલેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઓપ્પો એક્સ ટોમ ફોર્ડ સ્લાઈડર સ્માર્ટફોનનો કોન્સેપ્ટ ફોટો ઈન્ટરનેટ પર લીક થયો છે. ફોનમાં એક પુલ અપ ડિસ્પ્લે પેનલ છે જે સ્ક્રોલની જેમ અંદર અને બહાર ફરે છે. આ હિન્ટ આપે છે કે કંપની ઘણા કોન્સેપ્ટ ફોન પર કામ કરી રહી છે, જેમાં રોલેબલ ડિસ્પ્લે હશે. ગત મહિને કંપનીએ ઓપ્પો એક્સ 2021 કોન્સેપ્ટ ફોન રજૂ કર્યો હતો. નવા લીક મોડેલમાં વધારે પોકેટ ફ્રેન્ડલી ડિઝાઈનમાં ઉપર અને નીચે રોલ કરે છે.

ડિસ્પ્લે બહાર આવવા પર 80% વધે છે એરિયા

  • લેટ્સ ગો ડિજિટલે ઓપ્પો એક્સ ટોમ ફોર્ડ સ્લાઈડર સ્માર્ટફોન કોન્સેપ્ટના રેન્ડર્સ અર્થાત ગ્રાફિક્સથી બનેલી તસવીરો શેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેને કંપની ડોક્યુમેન્ટેશનથી મેળવવામાં આવ્યા છે. જ્યારે તેને રોલઆઉટ નથી કરવામાં આવતો તો તે સ્માર્ટફોન એક નાનું ડિવાઈસ બને છે.
  • સ્ક્રીનને ઉપરની કિનારી તરફથી બહાર કાઢવામાં આવે તો તેની લંબાઈ વધે છે. રિપોર્ટ પ્રમાણે, સ્ક્રીન સ્ક્રોલ અપ કરવાથી ડિસ્પ્લે એરિયા 80% વધે છે.

ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા મળશે

  • મોડ્યુલની પાછળ ટોપ સેન્ટરમાં સેન્સર્સ સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ જોવા મળે છે. બેક પેનલમાં સોફ્ટ લેધર ફિનિશ છે, કેમેરાની ચારેબાજુ વુડન ગ્રેન સ્ટ્રક્ચર છે. સેન્સર્સની નીચે ‘ઓપ્પો એક્સ ટોમ ફોર્ડ-ડિઝાઈન ફોર કોન્સેપ્ટ શકીરા’ શબ્દ છે.
  • સિમ ટ્રે સાથે એક મેટલ ફ્રેમ છે, જે ડાબી બાજુ છે. જોકે કોન્સેપ્ટ ડિઝાઈનમાં ફ્રન્ટ કેમેરા જોવા મળી નથી રહ્યો. તેથી તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે.
  • બની શકે ફોનને જ્યારે રોલ આઉટ કરવામાં આવે તો એક્સપાન્ડ થતી બીજી સ્ક્રીનમાં ફ્રન્ટ કેમેરા અટેચ હોય.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો