ચાઈનીઝ ટેક કંપની ઓપોએ પોતાનું ન્યૂ વાયરલેસ ચાર્જિંગ સોલ્યુશન રજૂ કર્યું છે. આ ટેક્નોલોજીની ખાસ વાત એ છે કે હવામાં જ ડિવાઇસ ચાર્જ કરવાનું શરૂ કરી દે છે. એટલે કે જ્યારે ડિવાઇસ ચાર્જરથી 10 સેમી(આશરે 3.9 ઇંચ) દૂર રહેશે ત્યારે ચાર્જિંગ શરૂ થઇ જશે. જો કે, આ ટેક્નોલોજી કંપનીનાં અપકમિંગ રોલેબલ સ્માર્ટફોન માટે છે.
7.5 વૉટ સુધીની ચાર્જિંગ સ્પીડ મળશે
કંપનીએ જણાવ્યું કે, આ ચાર્જર ઓન કે ઓફ એક્સેસ પર પણ કામ કરે છે. જેમાં તમે એક સમયે કોઈ પણ સ્માર્ટફોનને ચાર્જિંગ સ્ટેન્ડ કે કેબલની મદદથી ચાર્જ કરી શકો છો. કંપનીએ નવેમ્બર 2020માં એક વીડિયો ક્લિપ શેર કરી હતી જેમાં રોલેબલ સ્માર્ટફોનને પેડ પર ચાર્જ થતા દેખાડ્યું હતું. ઓપો ટેક્નોલોજી 7.5 વૉટ સુધીની ચાર્જિંગ સ્પીડ આપે છે.
Mi એર ચાર્જ ટેક્નોલોજી પણ રજૂ થઇ
ગયા મહિને શાઓમીએ Mi એર ચાર્જ ટેક્નોલોજી નામથી બ્રાન્ડ ન્યૂ ચાર્જર રજૂ કર્યું હતું. આ અમુક મીટરના અંતરમાં હાજર ડિવાઇસને ચાર્જ કરવામાં સક્ષમ હતું. રિમોટ ચાર્જિંગ ટેક્નોલોજી સિંગલ ડિવાઈસ માટે 5 વૉટ રિમોટ ચાર્જિંગ માટે કેપેબલ છે. આ ઉપરાંત એક સમયે ઘણા ડિવાઇસ ચાર્જ કરી શકાય છે. આ ડિવાઇસ 5 વૉટ ચાર્જિંગને સપોર્ટ કરતા હોવા જોઈએ.
દીવાલ પણ ચાર્જિંગ નહિ રોકી શકે
Mi એર ચાર્જ રિમોટ ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ કરે છે, જેમાં ચાર્જરનાં અમુક ફુટનાં અંતરે જ તમારા હાથમાં સ્માર્ટફોન ચાર્જ થવા લાગે છે. આ ચાર્જરની ખાસ વાત કે છે કે, ચાર્જરની વચ્ચે દીવાલ કે કોઈ અન્ય વસ્તુ આવી જાય તો પણ આ ટેક્નોલોજી કામ કરે છે. આની પહેલાં મોટોરોલા પોતાના એક સ્માર્ટફોનમાં 40 ઇંચના અંતરે ચાર્જ કરતા દેખાડી ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.