ટેક અપડેટ:OPPOએ F21s પ્રો સિરીઝનો ફર્સ્ટ લુક રિવિલ કર્યો, આગામી દિવસોમાં વધુ બે ખુલાસા કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

OPPO કંપનીએ તેની F21s પ્રો સિરીઝની પહેલી ફોટોઝ શેર કરી છે, જે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે. ચીની સ્માર્ટફોન નિર્માતાની ભારતીય બ્રાન્ચે ટ્વિટર પર આ સિરીઝનો ‘ફર્સ્ટ લુક’ રિવિલ કર્યો હતો, જેના માટે એક ચોક્કસ લોન્ચિંગ તારીખની જાહેરાત હજુ બાકી છે. ‘શ્રેષ્ઠ પ્રદર્શન સાથે અદભૂત ડિઝાઇન.’ ઓપ્પો ઇન્ડિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, સ્ટાઇલિશ OPPO F21s પ્રો આવી રહ્યો છે, આ સેગમેન્ટમાં પહેલો માઇક્રોલેન્સ કેમેરા, ઓર્બિટ લાઇટ અને OPPO Glow ડિઝાઇન મળશે. એપ્રિલમાં F21 Pro અને F21 Pro 5G દેશમાં આવ્યા હતા.

OPPO કંપની મુજબ F21s Proમાં નીચે મુજબના સ્પેસિફિકેશન્સ મળી શકે

  • આ સેગમેન્ટના સ્માર્ટફોનની લાઇનમાં F21s Pro સેગમેન્ટનો પહેલો માઇક્રોલેન્સ કેમેરાવાળો સ્માર્ટફોન હશે. આ સ્માર્ટફોનની પાછળની તરફ LED ફ્લેશ સાથે 64MPનો ટ્રિપલ બેક AI કેમેરો સેટઅપ કરવામાં મળશે.
  • સેકન્ડરી કેમેરા લેન્સની આસપાસ આ ડિવાઈસમાં 'ઓર્બિટ લાઇટ' હશે. વળી, આ 7.6mm જાડો હશે અને તેમાં પાછળની પેનલ પર કંપનીની OPPO Glow ડિઝાઇન આપવામાં આવી છે.
  • ડાબી બાજુ વોલ્યુમ રોકર્સ અને સિમ ટ્રે હશ જ્યારે જમણી બાજુ પાવર બટન હશે. નીચે USB ટાઇપ-C પોર્ટ, 3.5mm ઓડિયો જેક, માઇક્રોફોન અને સ્પીકર ગ્રિલ આપવામાં આવશે.
  • આ સ્માર્ટફોનની ડિસ્પ્લેની ઉપરની ડાબી બાજુ યૂઝર્સને 'હોલ-પંચ' કટઆઉટ જોવા મળશે. અહી સેલ્ફી કેમેરા હોવાની અપેક્ષા છે.
  • OPPO આ સ્માર્ટફોનની ખરીદી પર ઘણા ફાયદા આપી રહ્યું છે. આ લાભોમાં બેન્ક ઓફર્સ, વધારાનું એક્સચેન્જ બોનસ, પ્રોટેક્શન પ્લાન, એજ્યુક્શનલ પ્રોગ્રામ અને લિંક ડિવાઇસ ગિફ્ટનો સમાવેશ થાય છે.
  • આગામી દિવસોમાં તે વધુ બે ખુલાસા કરશે. 12 સપ્ટેમ્બરના રોજ, તે ‘ઓલ ધ લાઇટ, ઓલ ફોર ધ યુ’ અને બે દિવસ પછી ‘એક્સ્ટ્રા સ્ટોરેજ, એક્સલન્ટ પર્ફોર્મન્સ’.