તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Oppo Reno 6 5G, Reno 6 Pro 5G With Dimensity SoCs, 65W Fast Charging Launched In India: Price, Specifications

ઓપ્પોના 5G સ્માર્ટફોન:કંપનીના રેનો 6 સિરીઝના 2 સ્માર્ટફોન લોન્ચ થયાં, 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે; જાણો કિંમત અને સ્પેસિફિકેશન

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેનો 6 પ્રો 5Gનાં 12GB+256GB સ્ટેરોજ વેરિઅન્ટની કિંમત 39,990 રૂપિયા
  • બેઝિક વેરિઅન્ટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 900 અને પ્રો વેરિઅન્ટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસર મળે છે

ઓપ્પોએ તેની રેનો સિરીઝના 5G સ્માર્ટફોન 'રેનો 6 5G' અને 'રેનો 6 પ્રો 5G' લોન્ચ કર્યાં છે. બંને સ્માર્ટફોન 65 વૉટનાં ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે. કંપનીએ બંને ફોનનું સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેના અરોરા અને સ્ટેલર બ્લેક કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે. આ બંને સ્માર્ટફોન કંપની ચીનમાં મે મહિનામાં લોન્ચ કરી ચૂકી છે.

ઓપ્પો રેનો 6 5G, 6 પ્રો 5Gની કિંમત અને અવેલેબિલિટી
રેનો 6 5Gનું 8GB+128GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત ₹29,990 છે. તેનું વેચાણ 29 જુલાઈએથી શરૂ થશે. રેનો 6 પ્રો 5Gનાં 12GB+256GB સ્ટેરોજ વેરિઅન્ટની કિંમત 39,990 રૂપિયા છે. તેનો ફર્સ્ટ સેલ 20 જુલાઈએ યોજાશે. ફોનની ખરીદી ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ, વિજય સેલ્સ, ક્રોમા, ઓપ્પો ઓનલાઈન સ્ટોર સાથે અન્ય રિટેલર્સ શોપમાંથી કરી શકાશે. લોન્ચિંગ ઓફર હેઠળ કંપની HDFC અને બજાજ ફિનસર્વ ગ્રાહકોને 4000 રૂપિયાનું કેશબેક આપશે. તો પેટીએપ પર 15%નું કેશબેક મળશે.

ઓપ્પો રેનો 6 5Gનાં સ્પેસિફિકેશન

  • આ ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ કલર OS 11.3 પર રન કરે છે. તેમાં 6.43 ઈંચની FHD AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે અને ટચ સેમ્પલિંગ રેટ 180Hz છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 900 પ્રોસેસર સાથે 8GBની રેમ અને 128GBનું સ્ટોરેજ મળે છે.
  • ફોટો અને વીડિયો ગ્રાફી માટે તેમાં 64MP (પ્રાઈમરી લેન્સ)+ 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+ 2MP(મેક્રો શૂટર)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G સાથે વાઈફાઈ 6, બ્લુટૂથ 5.2, GPS અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. તેમાં એક્સેલેરોમીટર, પ્રોક્સિમીટર, એમ્બિયન્ટ લાઈટ, Z એક્સિસ લીનિયર મોટર, કલર ટેમ્પરેચર સેન્સર અને ઝાયરોસ્કોપ સેન્સર પણ મળે છે. ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.
  • ફોન 4,300mAhની બેટરીથી સજ્જ છે, જે 65 વૉટની સુપરવુશ 2.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન 7.59mm પાતળો છે અને તેનું વજન 182 ગ્રામ છે.

ઓપ્પો રેનો 6 પ્રો 5Gનાં સ્પેસિફિકેશન

  • આ સ્માર્ટફોન પણ એન્ડ્રોઈડ 11 બેઝ્ડ કલર OS 11.3 પર રન કરે છે. તેમાં 6.43 ઈંચની FHD AM0LED ડિસ્પ્લે મળે છે. બેઝિક વેરિઅન્ટની જેમ પ્રો વેરિઅન્ટમાં પણ 90Hzનો રિફ્રેશ રેટ અને 180Hzનો ટચ સેમ્પલિંગ રેટ છે. ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસરથી સજ્જ છે.
  • ફોટો અને વીડિયો ગ્રાફી માટે ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. અન્ય સેન્સર પણ તેનાં બેઝિક વેરિઅન્ટ જેવાં જ છે પ્રો વેરિઅન્ટમાં 2MPનો વધારાનું મોનો કેમેરા સેન્સર મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G સાથે વાઈફાઈ 6, બ્લુટૂથ 5.2, GPS અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. તેમાં એક્સેલેરોમીટર, પ્રોક્સિમીટર, એમ્બિયન્ટ લાઈટ, X એક્સિસ લીનિયર મોટર, Z એક્સિસ લીનિયર મોટર, કલર ટેમ્પરેચર સેન્સર અને ઝાયરોસ્કોપ સેન્સર પણ મળે છે. ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.
  1. આ ફોન 5000mAhની બેટરી ધરાવે છે. તે 65 વૉટની સુપરવુશ 2.0 ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે.
અન્ય સમાચારો પણ છે...