ફોટોગ્રાફી ફોકસ્ડ સ્માર્ટફોન:ટૂંક સમયમાં ભારતમાં ઓપ્પો રેનો 5 પ્રો 5G લોન્ચ થશે; BIS લિસ્ટિંગમાં હિન્ટ મળી, મળશે દમદાર કેમેરા સેટઅપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનના ચાઈનીઝ વેરિઅન્ટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1000+ પ્રોસેસર છે
  • ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે

ઓપ્પો રેનો 5 5G સ્માર્ટફોન ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે, ઓપ્પો રેનો 5 પ્રો 5Gથી જોડાયેલો મોડેલ નંબરવાળા સ્માર્ટફોન ભારતીય સ્ટાન્ડર્ડ બ્યુરો BISની વેબસાઈટ પર લિસ્ટ થયો છે. આ મહિનાની શરૂઆતમાં ચીનમાં લોન્ચ થતાં જ ભારતમાં ફોનનાં લોન્ચને ટીઝ કરવામાં આવી રહ્યો હતો. જોકે કંપનીએ એ સ્પષ્ટતા નથી કરી કે ભારતમાં ફોન કયા પ્રોસેસર સાથે લોન્ચ થશે. ચાઈનીઝ વેરિઅન્ટ મીડિયાટેક ડાયમેન્સિટી 1000+ પ્રોસેસરથી સજ્જ છે, જે 12GB સુધીની રેમ સાથે આવે છે. ફોન સિંગાપોરના IMDA સર્ટિફિકેશન વેબસાઈટ પર પણ લિસ્ટ થયો છે.

સોશિયલ મીડિયામાં ડિટેલ લીક
ટેક ટિપ્સ્ટર મુકુલ શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું કે, મોડેલ નંબર CPH2201 વાળો સ્માર્ટફોન BIS સાઈટ પર લિસ્ટ થયો છે. આ જ મોડેલ નંબર સાથે ઓપ્પો રેનો 5 પ્રો 5G સિંગાપોરની IMDA સર્ટિફિકેશન સાઈટ પર લિસ્ટ થયો છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારથી ભારતમાં તેનું લોન્ચિંગ ટીઝ કરવામાં આવી રહ્યું છે.

ઓપ્પોમાં R&Dમાં ભારતના પ્રમુખ તસ્લીમ આરિફે ટ્વીટ કરી ભારતીયોને પૂછ્યું કે, શું તેઓ ભારતમાં શાનદાર વીડીયો શૂટ કરવા માટે શાનદાર સ્માર્ટફોન ઈચ્છે છે, જે દેશમાં ઓપ્પો રેનો 5 પ્રો 5G લોન્ચ તરફ ઈશારો કરે છે. માર્કેટમાં અટકળો છે કે ફોન જાન્યુઆરીમાં ડેબ્યુ કરશે, પરંતુ હજુ કંપની ઓફિશયલ જાહેરાત કરે તેની રાહ જોવાઈ રહી છે.

દમદાર સ્પેસિફિકેશથી સજ્જ છે ઓપ્પો રેનો 5 પ્રો 5G

  • ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરનારો ઓપ્પો રેનો 5 પ્રો 5G એન્ડ્રોઈડ 11 પર બેઝ્ડ કલરOS 11.1 પર રન કરે છે.
  • તે 6.55 ઈંચની ફુલ HD+ (1080x2400 પિક્સલ) OLD ડિસ્પ્લે સાથે આવે છે. ફોન 90Hz રિફ્રેશ રેટ અને 92.1% સ્ક્રીન ટુ બોડી રેશિયો સપોર્ટ કરે છે.
  • ચીનમાં ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 1000+ પ્રોસેસરથી સજ્જ છે, સાથે ARM Mali-G77 MC9 GPU અને 12GB સુધીની રેમ સાથે આવે છે. ફોનમાં 256GB સુધીનું સ્ટોરેજ છે.
  • ફોટોગ્રાફી માટે ઓપ્પો રેનો 5 પ્રો 5Gમાં 64MP (પ્રાઈમરી સેન્સર) +8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ) +2MP(મેક્રો શૂટર) +2MP (પોટ્રેટ શૂટર)નું 4 રિઅર કેમેરા સેટઅપ છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો સેલ્ફી કેમેરા છે. ફોનમાં 4350mAhની બેટરી છે, જે 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
અન્ય સમાચારો પણ છે...