ભારતીય બજારમાં ચીની કંપની ઓપ્પોના સ્માર્ટફોનની ડિમાન્ડ સતત વધી રહી છે. કંપનીની F 19 પ્રો સિરીઝે ફક્ત 3 દિવસમાં જ 2,300 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું. હવે કંપનીએ કહ્યું કે, તેના નોઈડા પ્લાન્ટમાં દર 3 સેકંડે 1 સ્માર્ટફોન તૈયાર કરવામાં આવે છે. નોઇડા પ્લાન્ટ 110 એકરમાં ફેલાયેલો છે.
કંપનીએ કહ્યું કે, તેની સપ્લાય ચેઇનને વધુ સારી રીતે જાળવી રાખવા માટે ફેક્ટરીમાં 12 લાખ કરતા વધારે મટિરિયલ્સ સ્ટોકમાં રાખવામાં આવ્યું છે. 'ઓપ્પો સ્માર્ટફોનની વધતી લોકપ્રિયતા સાથે અમે વધતી માગને પહોંચી વળવા માટે અમારી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા પર વધુ કામ કરીશું,' એમ ઓપ્પો ઇન્ડિયાના પ્રમુખ એલ્વિસ ઝોઉએ જણાવ્યું હતું.
દર મહિને 60 લાખ કરતાં વધારે સ્માર્ટફોન બને છે
ઓપ્પોમાં નોઈડા સ્થિત પ્લાન્ટમાં 10,000થી વધુ વર્કર કામ કરે છે. તેઓ એક મહિનામાં 60 લાખથી વધુ સ્માર્ટફોન બનાવે છે. આ મેન્યુફેક્ચરિંગ યૂનિટને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એસેમ્બલી, SMT (સરફેસ માઉન્ટ ટેકનોલોજી), સ્ટોરેજ અને સપ્લાય વેરહાઉસનો સમાવેશ થાય છે.
કંપની દર વર્ષે નોઈડા પ્લાન્ટમાં જુદા જુદા સેગમેન્ટમાં 5 કરોડથી વધુ સ્માર્ટફોન બનાવે છે. ઓપ્પોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક મહિનામાં કંપની વધુ એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ મોબાઇલ ફોન લોન્ચ કરી શકે છે, જે વિવિધ રેન્જના હશે.
F 19પ્રો સિરીઝની ડિમાન્ડ
ઓપ્પોએ ભારતમાં આ સિરીઝના બે સ્માર્ટફોન, F 19પ્રો પ્લસ 5G અને F 19પ્રો લોન્ચ કર્યાં છે. આ મિડ રેન્જ કિંમતવાળી સિરીઝ છે. આ સિરીઝને તેની બધી જૂની સિરીઝની તુલનાએ પ્રથમ દિવસે 70% કરતાં વધુ ગ્રોથ મળ્યો છે. આ સિરીઝનો 5G ફોન પણ સસ્તો સ્માર્ટફોન છે.
ઓપ્પો F 19પ્રો સિરીઝની કિંમત
મોડેલ | વેરિઅન્ટ | કિંમત |
F19 પ્રો | 8GB +128GB | 21,490 રૂપિયા |
F19 પ્રો | 8GB +256GB | 23,490 રૂપિયા |
F19 પ્રો+ 5G | 8GB +128GB | 25,990 રૂપિયા |
સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
ઓપ્પો F 19 Proનાં સ્પેસિફિકેશન અને ફીચર્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.