લોન્ચિંગ ઓફર:ઓપ્પોએ ભારતમાં તેનો ઈ સ્ટોર લોન્ચ કર્યો, 1 રૂપિયામાં 'F19 પ્રો' સ્માર્ટફોન ખરીદવાની તક

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટોરનાં લોન્ચિંગ ઓફરમાં કંપની 1 રૂપિયામાં પ્રોડક્ટ ખરીદવાની ઓફર આપી રહી છે
 • કંપની 1 રૂપિયામાં મિસ્ટ્રી બોક્સ આપી રહી છે. આ બોક્સમાં ગ્રાહકોને ઓપ્પો F19 પ્રો+ સ્માર્ટફોનથી લઈને અન્ય પ્રોડક્ટ મળી શકે છે
 • સિલિક્ટેડ બેંકના ગ્રાહકોને કંપની 10%નું કેશબેક પણ આપશે

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની ઓપ્પોએ ભારતમાં તેનો ઓફિશિયલ ઈ સ્ટોર લોન્ચ કર્યો છે. કંપનીએ માયઓપ્પો એપ અને ઓપ્પોકમ્યુનિટી વેબસાઈટ લાઈવ કરી છે. યુઝર્સની સિક્યોરિટીને ધ્યાનમાં રાખી કંપનીએ તેને લોન્ચ કર્યો છે. તેથી કોરોનાકાળમાં યુઝર્સ ઘરે બેઠાં જ પોતાની મનપસંદ પ્રોડક્ટ ખરીદી શકે. સ્ટોરના લોન્ચિંગ ઓફરમાં કંપની 1 રૂપિયામાં પ્રોડક્ટ ખરીદવાની ઓફર આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઓફર 11મેથી 17મે સુધી રહેશે.

ઓફર દરમિયાન ગ્રાહકોને 'નો કોસ્ટ EMI' અને ઈન્સ્ટન્ટ કેશબેક જેવી ઓફર પણ મળશે. આ સ્ટોર પરથી 80 પ્રકારની પ્રોડક્ટ ખરીદી શકાશે. તેમાં સ્માર્ટફોન સાથે વિયરેબલ્સ, ઓડિયો, એક્સેસરીઝ સામેલ છે.

આ રીતે ઓફરનો ફાયદો મળશે

 • ઓપ્પોએ HDFC બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટેડ બેંક, કોટક બેંક અને બજાજ ફિનસર્વ સાથે પાર્ટનરશિપ કરી છે. તેનાં માધ્મયથી ગ્રાહકોને નો કોસ્ટ EMIનો લાભ મળશે. આ બેંકનાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10%નું કેશબેક પણ મળશે.
 • ઓપ્પો વિયરેબલ ડિવાઈસને 1 રૂપિયામાં ખરીદવાની તક પણ આપી રહી છે. આ ફ્લેશ સેલમાં ઓપ્પો F19 પ્રો સ્માર્ટફોન સાથે W31 અને W13, ઓપ્પો બેંડ સ્ટાઈલનાં લિમિટેડ યુનિટ સામેલ છે.
 • આ સિવાય ઓપ્પો A5 (2020), A5s, F11, F15 અને રેનો 10X ઝૂમ સહિતના સ્માર્ટફોન પર 80% ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. કંપની 1 રૂપિયામાં મિસ્ટ્રી બોક્સ આપી રહી છે. આ બોક્સમાં ગ્રાહકોને ઓપ્પો F19 પ્રો+ સ્માર્ટફોનથી લઈને અન્ય પ્રોડક્ટ મળી શકે છે.
 • કંપનીએ સ્પિન ટુ વિન ફીચર પણ રજૂ કર્યું છે. તેમાં ગ્રાહકો ઓપ્પો રેનો 5 પ્રો, ઓપ્પો A53, ઓપ્પો ઈન્કો X, ઓપ્પો બેંડ સ્ટાઈલ સાથે 50, 100, 150 રૂપિયાના કૂપન જીતી શકે છે.
 • ઓપ્પો રેનો 5 પ્રો+ W31, F19+ W31, A15s + W11 અને F17 + W11ની ખરીદી કરવા પર કંપની 1000 રૂપિયાનું સેવિંગ આપી રહી છે.

ઓપ્પોએ તેનો સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો
ઓપ્પોએ ભારતીય માર્કેટમાં તેનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન A74 5G લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 17,990 રૂપિયા છે. ફોનનું સિંગલ 6GB+128GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. આ સ્માર્ટફોન 5000mAhની બેટરીથી સજ્જ છે.

ઓપો A54 5Gનાં સ્પેસિફિકેશન

 • ફોનમાં 6.5 ઇંચની ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ છે. અર્થાત 1080p રિઝોલ્યુશન ક્વોલિટીવાળા વીડિયો એકદમ ક્લિયર દેખાશે.
 • ડિસ્પ્લેનો રીફ્રેશ રેટ 90Hz છે. જ્યારે તમે ગેમ રમશો ત્યારે તમારો એક્સપીરિયન્સ સારો રહેશે.
 • 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. વધારે સ્ટોરેજ માટે તેમાં મેમરી કાર્ડ અલગથી એડ કરી શકાય છે.
 • ફોન 48MP+8MP+2MP+2MPનાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • ફોનની બેટરી 5000mAhની છે, યુઝર્સ આશરે 10 કલાક સુધી આરામથી ફોન યુઝ કરી શકશે. ફોનમાં 10W ફાસ્ટ ચાર્જિંગ મળશે, ફોન 15 મિનિટમાં જ ચાર્જ થઇ જશે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈ-ફાઈ અને બ્લુટૂથ V 5.1 છે, તેનાથી હેડફોન અને સ્પીકર કનેક્ટ કરી શકાશે.