• Gujarati News
  • Utility
  • Gadgets
  • Oppo Launches 'Find N' Smartphone To Experience Landscape Without Rotating Device, 55% Charged In 30 Minutes

ઓપ્પોનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન:ડિવાઈસ રોટેટ કર્યા વગર લેન્ડસ્કેપનો એક્સપિરિઅન્સ કરાવતો ઓપ્પો 'Find N' સ્માર્ટફોન લોન્ચ થયો, 30 મિનિટમાં 55% ચાર્જ થઈ જશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનનો પ્રાઈમરી કેમેરા 50MPનો છે
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે
  • ફોનમાં 33વૉટ SuperVOOC ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી મળે છે

ચાઈનીઝ ટેક કંપની ઓપ્પોએ તેનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'Find N' લોન્ચ કર્યો છે. હિન્જ ડિઝાઈન, ડિસ્પ્લે કન્ટેન્ટ અને આસ્પેક્ટ રેશિયો તેને અલગ જ લુક આપે છે. ફોનની ઈન્ટર્નલ ડિસ્પ્લે લેન્ડસ્કેપ મોડમાં ઓપન થાય છે. સ્ક્રીન રોટેટ કર્યા વગર વીડિયો જોઈ શકાય છે, ગેમ પ્લે અને બુક વાંચી શકાય છે.

કિંમત

ફોનનાં 8GB+256GB વેરિઅન્ટની કિંમત 7699 યુઆન (આશરે 92,000 રૂપિયા) અને 12GB+512GB વેરિઅન્ટની કિંમત 8999 યુઆન (આશરે 1,07,552 રૂપિયા) છે. ચીનમાં તેનું પ્રી બુકિંગ શરૂ થયું છે. અન્ય દેશમાં બુકિંગ 23 ડિસેમ્બરથી શરૂ થશે. ફોનનાં બ્લેક, પર્પલ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. જોકે આ ફોન ભારતમાં ક્યારે અવેલેબલ થશે કંપનીએ તેના પર હજુ સસ્પેન્સ રાખ્યું છે.

ઓપ્પો Find Nનાં સ્પેસિફિકેશન

  • ફોનની 7.1 ઈંચની ઈનર ડિસ્પ્લે અને 5.49 ઈંચની એક્સટર્નલ ડિસ્પલે છે. 8:4:9 આસ્પેક્ટ રેશિયો સાથે ઈન્ટર્નલ ડિસ્પ્લે લેન્ડસ્કેપ મોડમાં મળશે. તેથી યુઝર્સ ડિવાઈસ રોટેટ કર્યા વગર વીડિયો જોઈ શકે છે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 50MP (સોની IMX 766 પ્રાઈમરી સેન્સર)+16MP (અલ્ટ્રા વાઈડ લેન્સ)+13MP(ટેલિફોટો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનની ઈન્ટર્નલ અને એક્સટર્નલ બંને ડિસ્પ્લે પર ફ્રન્ટ કેમેરા છે.
  • ફોન ક્વૉલકોન સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે.
  • ફોનની બેટરી કેપેસિટી 4,500mAhની છે. કંપનીનો દાવો છે કે 33વૉટ SuperVOOC ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી 30 મિનિટમાં 55% અને 70 મિનિટમાં 100% ચાર્જ કરવા માટે કસ્ટમાઈઝ કરાઈ છે.
  • ફોનની બેટરી 15W AIRVOOC વાયરલેસ ચાર્જિંગ અને 10W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • દમદાર સાઉન્ડ ક્વોલિટી માટે ફોનમાં ડ્યુઅલ સ્પીકર અને ડોલ્બી એટમોસ સપોર્ટ મળે છે.

ભારતમાં પહેલાંથી અવેલેબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન

ફોલ્ડેબલ ફોનપ્રારંભિક કિંમત (રૂપિયામાં)
માઈક્રોસોફ્ટ ડુઓ52 હજાર
મોટો રેઝર1 લાખ
હુવાવે મેટ X1.85 લાખ
ગેલેક્સી Z ફ્લિપ 3

85 હજાર

ગેલેક્સી Z ફોલ્ડ 21.20 લાખ
ગેલેક્સી Z ફોલ્ડ 31.50 લાખ