ચીનની કંપનીની ભારતમાં લેબ:ઓપ્પોએ 5G ઇનોવેશન લેબ શરૂ કરી, દેશની ઇકોસિસ્ટમ મજબૂત થશે, કંપનીની ભવિષ્યમાં 3 લેબ લગાવવાની પણ યોજના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પોએ કહ્યું કે, તેણે ભારતમાં તેની 5G ઇનોવેશન લેબ લગાવી છે. આ કંપનીની ચીનથી બહાર પહેલી 5G લેબ પણ છે. કંપની હૈદરાબાદના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં ત્રણ અન્ય ઇનોવેટિવ ફંક્શનલ લેબ જેવી કે કેમેરા, પાવર અને બેટરી અને પર્ફોર્મન્સ લગાવવા માગે છે.

દેશની ઇકોસિસ્ટમ મજબૂત થશે
ઓપ્પો ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના હેડ તસલીમ આરીફે કહ્યું કે, દેશની બહાર ઓપ્પોની આ પહેલી 5G લેબ છે. આ લેબમાં અમે 5G ટેક્નોલોજી ડેવલપ કરીશું અને ઓવરઓલ ઇકોસિસ્ટમ મજબૂત બનાવીશું. દેશમાં અમારી 5Gની જર્ની શરૂ કરવા બદલ અમે ભારતનો પણ આભાર માનીએ છીએ.

તેમણે કહ્યું કે, લેબમાં ડેવલપ ટેક્નોલોજી ભારતને એક ઇનોવેશન હબ બનાવવા માટે વિશ્વભરમાં અમારા વિઝનને પ્રોત્સાહન આપવાનું કામ કરશે.

ભારત ઇનોવેશનને લીડ કરશે
ઓપ્પોની આ 5G લેબ વિશ્વ માટે લેટેસ્ટ અને એડવાન્સ ટેક્નોલોજી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઓપ્પોએ કહ્યું કે, ભારતીય ટીમ મધ્ય પૂર્વ, આફ્રિકા, સાઉથ એશિયા, જાપાન અને યુરોપ સહિતના અન્ય દેશો માટે ઇનોવેશન લીડ કરશે.

ઓપ્પોએ સપ્ટેમ્બર 2020 સુધીમાં 3rd જનરેશન પાર્ટનરશિપ પ્રોજેક્ટ (3GPP)ને 3,000થી વધુ 5G સ્ટાન્ડર્ડ-રિલેટેડ પ્રપોઝલ પ્રસ્તુત કર્યા છે. ફ્રાંસ સ્થિત ટેક્નિકલ સ્ટાન્ડર્ડ બોડીના યુરોપિયન ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ સંસ્થાએ 1,000થી વધુ પરિવારોને 5G સ્ટાન્ડર્ડ પેટન્ટ જાહેર કર્યા છે.