Oppo સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ:એમેઝોન પર શરુ થયો ‘Oppo Fantastic Days Sale’, જાણો ક્યા સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે?

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘Oppo Fantastic Days Sale’ એમેઝોન ઇન્ડિયા પ્લેટફોર્મ પર શરૂ થયો છે અને 9 નવેમ્બર સુધી ચાલુ રહેશે. 5 દિવસનાં આ સેલ દરમિયાન ગ્રાહકોને કંપની દ્વારા નિર્મિત પ્રીમિયમ, મિડ રેન્જ અને બજેટ સ્માર્ટફોન પર આકર્ષક ડીલ્સ મળશે. તો ચાલો જાણીએ ક્યા સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે?

આ સાથે જ જો પેમેન્ટ ICICI બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી કરવામાં આવે તો ગ્રાહકોને સ્માર્ટફોનની ખરીદી પર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. અત્રે નોંધનીય છે કે, Oppoની ઓડિયો એસેસરીઝ અને વેરેબલ એસેસરીઝ પણ આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Oppo F21s Pro: આ સ્માર્ટફોનની બજાર કિંમત ₹27,999 છે પણ જો તમે આ સ્માર્ટફોન 9 તારીખ સુધીમાં ઓર્ડર કરશો તો તમે ₹6,000 ની બચત કરી શકો છો અને તેને ₹21,999 માં ખરીદી શકો છો. આ સિવાય તમને ₹2,000નું ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે. આ સ્માર્ટફોનમાં તમને સોનીનું imax 709 સેલ્ફી સેન્સર મળશે.

Oppo F21 Pro 5G: આ સ્માર્ટફોનની બજાર કિંમત ₹31,999 છે, પરંતુ તમે તેને હાલ ₹25,999માં ખરીદી શકો છો એટલે કે ₹6,000 ની બચત કરી શકો છો. આ સિવાય ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ તમને ₹2,000 વધુની બચત કરવામાં મદદ કરે છે. આ સ્માર્ટફોનમાં તમને 54MPનો AI પોટ્રેટ કેમેરા આપવામાં આવશે.

Oppo A-series: A74 સ્માર્ટફોનની બજાર કિંમત ₹20,990 છે, પરંતુ ગ્રાહકો તેને ₹14,990માં ખરીદી શકે છે એટલે કે આ સ્માર્ટફોન પર પણ તમે ₹6,000 ની બચત કરી શકો છો. એ જ રીતે A-seriesનાં બીજા સ્માર્ટફોન પણ આ ડિસ્કાઉન્ટેડ કિંમતે ઉપલબ્ધ છે.