તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ સ્માર્ટફોન:48MP રિઅર કેમેરા ધરાવતો ઓપ્પો F19 લોન્ચ થયો, પેટીએમથી ખરીદી કરવા પર 11%નું કેશબેક મળશે

10 દિવસ પહેલા
  • તેનાં 6GB+128GBનું સિંગલ વેરિઅન્ટની કિંમત 18,990 રૂપિયા છે
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે

ઓપ્પોએ ભારતીય માર્કેટમાં તેનો નવો મિડ રેન્જ સ્માર્ટફોન ઓપ્પો F19 લોન્ચ કર્યો છે. F19 સિરીઝમાં કંપની આ પહેલાં F19 પ્રો અને F19 સ્માર્ટફોન લોન્ચ કરૂ ચૂકી છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમમેરા સેટઅપ, પંચ હોલ ડિસ્પ્લે અને 33 વોટનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે.

ઓપ્પો F19ની કિંમત અને ઓફર

  • કંપનીએ તેનું 6GB+128GBનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 18,990 રૂપિયા છે. ફોનનાં મિડનાઈટ બ્લૂ અને પ્રિઝમ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. કંપનીએ તેનું પ્રી બુકિંગ શરૂ કર્યું છે. તેનો પ્રથમ સેલ 9 એપ્રિલે યોજાશે.
  • HDFC બેંક, ICICI બેંક, કોટક બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 7.5%નું કેશબેક મળશે. પેટીએમથી ખરીદી કરવા પર ફોન પર 11%નું કેશબેક મળશે. હોમ ક્રેડિટ, HDFC બેંક અને કોટક બેંક ઝીરો ડાઉન પેમેન્ટ પર EMI ઓપ્શન આપી રહી છે.

ઓપ્પો F19નાં બેઝિક સ્પેસિફિકેશન
ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ બેઝ્ડ ColorOS 11.1 પર રન કરે છે. તેમાં 6.43 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,080×2,400 પિક્સલ છે. ફોનમાં ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર અને 6GBની રેમ મળે છે.

  • ફોટોગ્રાફી માટે 48MP (પ્રાઈમરી કેમેરા)+2MP (ડેપ્થ સેન્સર)+2MP (મેક્રો શૂટર)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
  • ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GBનું છે. તેને માઈક્રો SD કાર્ડની મદદથી એક્સપાન્ડ કરી શકાશે. કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS, USB Type-C સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. ફોનમાં 5000mAhની બેટરી છે. તે 33 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેનું ડાયમેન્શન 160.3x73.8x7.95mm છે અને વજન 175 ગ્રામ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો