• Gujarati News
  • Utility
  • Gadgets
  • Oppo Evades Rs 4,389 Crore In Customs Duties After Chinese Companies Commit Text Theft, Xiaomi, Vivo, Huawei

ટેક ન્યૂઝ:ચીનની કંપનીઓ કરી રહી છે ટેક્સચોરી, શાઓમી, વિવો, હ્યુઆઈ પછી ઓપ્પોએ 4389 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટીની ચોરી કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાઓમી, વિવો અને હ્યુઆઈ બાદ ચીનની વધુ એક સ્માર્ટફોન કંપની તપાસનાં દાયરામાં આવી ગઈ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ઓપ્પો ઇન્ડિયા દ્વારા 4,389 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટીની ચોરી શોધી કાઢી છે. કંપનીએ આયાત વિશે ખોટી માહિતી આપીને કરચોરી કરી હતી.

ઇરાદાપૂર્વક ખોટી માહિતી આપ્યાનાં પુરાવા મળી આવ્યા હતા
નાણાં મંત્રાલયે બુધવારના રોજ જણાવ્યું હતું કે, ઓપ્પો મોબાઇલ્સ ચીનની ગ્વાંગડોંગ ઓપ્પો મોબાઇલ ટેલિકમ્યુનિકેશન્સ કોર્પોરેશનની સહયોગી કંપની છે. ઓપ્પો વનપ્લસ અને રિયલમી બ્રાન્ડના ફોનનું વેચાણ કરે છે. તપાસ દરમિયાન DRIએ ઓપ્પો ઈન્ડિયાના મેનેજમેન્ટ અધિકારીઓનાં ઘરે દરોડા પાડ્યાં હતાં. આ સમય દરમિયાન મોબાઇલ બનાવટનાં આયાતી માલ વિશે ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપ્યાનાં પુરાવા મળી આવ્યા હતાં.

ચીનમાં રોયલ્ટી મોકલવામાં આવી રહી હતી
કંપનીએ ખોટાં ડેટાનાં આધાર પર 2,981 કરોડ રૂપિયાની ડ્યુટી છૂટછાટનો લાભ લીધો હતો. ઓપ્પો દ્વારા ચૂકવવામાં આવતી રોયલ્ટી અને લાઇસન્સ ફીમાં કસ્ટમ્સ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. કંપની તેને આયાતી માલના મૂલ્યમાં ઉમેરી રહી ન હતી. તેના દ્વારા કંપનીએ 1,408 કરોડ રૂપિયાની ડ્યૂટી ચોરી લીધી હતી.

વિવોએ 950 કરોડની બેંક ગેરંટી આપે, તો જ ખુલશે ખાતાઃ ગુજરાત હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે વિવો મોબાઈલ ઈન્ડિયાને કહ્યું, કે જો તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ફ્રીઝ કરવામાં આવેલાં 119 બેંક એકાઉન્ટ ચલાવવા માગે છે તો તેને 950 કરોડ રૂપિયાની બેંક ગેરન્ટી આપવી પડશે. આ સાથે જ આ ખાતાઓમાં 251 કરોડ રૂપિયાનું બેલેન્સ કાયમ માટે રાખવું પડશે. EDએ 5 જુલાઇએ વિવોના દેશભરમાં 48 સ્થળો અને તેની સાથે સંકળાયેલી 23 કંપનીઓ પર મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં દરોડાં પાડ્યા હતાં.