કોરોના ઈફેક્ટ:ઓપ્પો અને રિયલમીએ સ્માર્ટફોન સહિતની પ્રોડક્ટ પર વૉરન્ટી પિરિયડ વધાર્યો, ઓપ્પોએ વ્હોટ્સએપ હેલ્પલાઈન શરૂ કરી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓપ્પોએ તેની વૉરન્ટી 30 જૂન સુધી વધારી તો જ્યારે રિયલમીએ 31 જુલાઈ સુધી વૉરન્ટી એક્સટેન્ડ કરી
  • ઓપ્પોના એવા યુઝર્સને લાભ મળશે જેમનો 1મેથી 30 જૂન સુધી વૉરન્ટી પિરિયડ પૂરો થતો હોય

દેશમાં કોરોનાવાઈરસની બીજી લહેર ચાલી રહી છે. મહામારીથી બચવા માટે વિવિધ રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યુ લાગુ છે. આવી પરિસ્થિતિમાં લોકો તેમના પર્સનલ કામ માટે બહાર નીકળી શકતા નથી. તેથી યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને રિયલમી અને ઓપ્પોએ તેનો મોબાઈલ વૉરન્ટી પિરિયડ વધાર્યો છે. ઓપ્પોએ તેની વૉરન્ટી 30 જૂન સુધી વધારી છે જ્યારે રિયલમીએ 31 જુલાઈ સુધી વૉરન્ટી પિરિયડ લંબાવ્યો છે.

ઓપ્પોએ સ્માર્ટફોન, સ્માર્ટવોચ, ચાર્જિંગ કેબલ્સ, ઈયરફોન્સ, પાવર એડેપ્ટર્સ, બેટરી, પાવર બેંક સહિતની પ્રોડક્ટ્સ પર વૉરન્ટી એક્સટેન્ડ કરી છે.

રિયલમીએ ટીવી, સ્માર્ટવોચ, ઈલેક્ટ્રિક ટૂથબ્રશ, સ્માર્ટફોન સહિતની પ્રોડક્ટ પર વૉરન્ટી એક્સટેન્ડ કરી છે. જોકે આ સુવિધાનો લાભ એવા યુઝર્સને જ મળશે જેમનો વૉરન્ટી પિરિયડ 1 મેથી 30 જૂનના ગાળામાં પૂરો થતો હોય.

વ્હોટ્સએપ હેલ્પલાઈન
ઓપ્પોએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વ્હોટ્સએપ હેલ્પલાઈન શરૂ કરી છે. સર્વિસ સેન્ટર બંધ હોવાને કારણે ગ્રાહકોને સુવિધા આપવા માટે કંપનીએ 9871502777 નંબર પર વ્હોટ્સએપ હેલ્પલાઈન સર્વિસ શરૂ કરી છે. ગ્રાહકોને અહીં 24 કલાક રિયલ ટાઈમ સર્વિસ મળશે.