પ્રાઈસ કટ:ઓપ્પો A53ની કિંમતમાં ₹2500નો ઘટાડો, 13MPનો કેમેરા અને 5000mAhની બેટરી મળશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં બેઝિક મોડેલની કિંમત હવે 10,999 રૂપિયા થઈ
  • ભાવ ઘટાડા સાથે નવી કિંમતમાં સ્માર્ટફોન ઓફલાઈન સ્ટોર્સ પર અવેલેબલ છે
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

ચાઈનીઝ ટેક કંપની ઓપ્પોએ તેના મિડરેન્જ સ્માર્ટફોન ઓપ્પો A53ની કિંમતમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં લોન્ચ થયેલાં સ્માર્ટફોનની કિંમતમાં કંપનીએ 2500 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ પ્રાઈસ કટ તેના બંને વેરિઅન્ટ પર લાગુ થયો છે. આ ફોન ટ્રિપલ રિઅર કેમેરા અને રિઅર ફિંગર પ્રિન્ટ સેન્સર સાથે આવે છે.

કિંમત
તેનાં બેઝિક મોડેલ 4GB+64GBની કિંમત હવે 10,990 રૂપિયા છે. લોન્ચિંગ સમયે તેની કિંમત 12,990 રૂપિયા હતી. 6GB+128GB વેરિઅન્ટની નવી કિંમત 12,990 રૂપિયા છે. જોકે આ નવી કિંમત માત્ર ઓફલાઈન સ્ટોરની છે. ઈ કોમર્સ સાઈટે ફોનની કિંમતમાં ઘટાડો કર્યો નથી. ફોનનાં ઈલેક્ટ્રિક બ્લૂ, ફેરી વ્હાઈટ અને ફેન્સી બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

ઓપ્પો A53નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. તેનો રિફ્રેશરેટ 90Hz છે.
  • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસરથી સજ્જ છે.
  • ફોટોગ્રાફી માટે ફોનમાં 16MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
  • સેલ્ફી અને ફોટોગ્રાફી માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોન એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi, બ્લુટૂથ, GPS, 3.5mm ઓડિયોજેક અને USB ટાઈપ-C સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર છે.
  • ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.