તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજબી ભાવનો ફોન:મોટી ડિસ્પ્લેવાળો સસ્તો ઓપો A15s સ્માર્ટફોન લોન્ચ થયો, કિંમત, ઓફર્સ અને સ્પેસિફિકેશન જાણો

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓપો A15sને ભારતમાં ઓક્ટોબરમાં લોન્ચ થયેલા A15 સ્માર્ટફોનના અપગ્રેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. 11,490 રૂપિયાના ઓપો A15sની ડિઝાઈન A15 જેવી જ છે અને તેમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. ફોન ઓક્ટા-કોર પ્રોસેસર પર કામ કરે છે. હાલ તે સિંગલ રેમ અને સ્ટોરેજ કોન્ફિગ્રેશનમાં અવેલેબલ છે. કંપનીએ ત્રણ કલર લોન્ચ કર્યા છે અને આવતા અઠવાડિયે દેશમાં તેનું વેચાણ પણ શરુ થઇ જશે. કંપની આ ફોન પર ઘણી ઓફર્સ પણ આપી રહી છે.

ઓપો A15s સ્માર્ટફોન: કિંમત અને અવેલેબિલિટી

 • ઓપો A15sને એકમાત્ર 4GB+64GB સ્ટોરેજ મોડલમાં લોન્ચ કર્યો છે અને તેની કિંમત 11,490 રૂપિયા છે.
 • ફોનમાં ત્રણ કલર મળશે. તેમાં ડાયનામિક બ્લેક, ફેન્સી વ્હાઈટ અને રેન્બો સિલ્વર સામેલ છે.
 • ફોનનું વેચાણ 21 ડિસેમ્બરથી શરુ થશે અને એમેઝોન ઉપરાંત દરેક મેનલાઈન રિટેલ ચેનલોથી ખરીદી શકાશે.

ઓપો A15s સ્માર્ટફોન પર ઓફર

 • જો તમે રિટેલ સ્ટોર પરથી ફોન ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો ICICI બેંક, ફેડરલ બેંક અને પાંચ મહિના સુધી EMI ઓપ્શન સાથે 5% કેશબેકનો ફાયદો મેળવી શકો છો.
 • એમેઝોન દુકાનદારો માટે HDFC ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10%ની ઈન્સ્ટન્ટ છૂટ છે, સાથે જ 6 મહિના સુધી નો-કોસ્ટ EMI ઓપ્શન પણ છે.
 • આ ઓફર 21થી 25 ડિસેમ્બર સુધી જ છે.

ઓપો A15s સ્માર્ટફોન: બેઝિક સ્પેસિફિકેશન

 • ઓપો A15s સ્માર્ટફોન કલર OS 7.2 પર કામ કરે છે અને તેમાં 6.52 ઇંચ HD ડિસ્પ્લે અને સેલ્ફી કેમેરા નોચ છે.
 • ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર છે અમે તેમાં 64GB સ્ટોરેજની સાથે 4GB રેમ છે.
 • કેમેરાની વાત કરીએ તો ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. 13MPનું પ્રાઈમરી સેન્સર, 2MPનું મેક્રો શૂટર અને એક 2MPનું ડેપ્થ સેન્સર છે. સ્ક્વેર શેપમાં કેમેરા મોડ્યુલમાં આ સેન્સર છે. તેમાં
 • ફ્લેશ પણ છે, ફ્રન્ટ કેમેરા 8MPનો છે.
 • રિઅર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે. ફોનમાં 4230mAhની બેટરી છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો