તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Online Spotted Samsung Galaxy A12, Nokia Prepares To Launch 2.4; So Realmy Announced Its Plan For The Next Series

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક અપડેટ:ઓનલાઈન સ્પોટ થયો સેમસંગ ગેલેક્સી A12, નોકિયાએ 2.4 લોન્ચ કરવાની તૈયારી કરી; તો રિયલમીએ તેની નેક્સ્ટ સિરીઝનો પ્લાન જણાવ્યો

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગીકબેન્ચે ગેલેક્સી A12ને 3GB રેમ અને મીડિયાટેક હીલિયો પ્રોસેસર સાથે લિસ્ટ કર્યો
 • નવેમ્બર મહિનાના અંત સુધીમાં ભારતમાં નોકિયા 2.4 સ્માર્ટફોન લોન્ચ થશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી A12ને ગીકબેન્ચ પર SM-A125F મોડેલ નંબર સાથે સ્પોટ કરવામાં આવ્યો છે. તેને આ વર્ષે જ લોન્ચ થયેલાં ગેલેક્સી A11નું અપગ્રેડેડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે. ગીકબેન્ચે ગેલેક્સી A12ને 3GB રેમ અને મીડિયાટેક હીલિયો પ્રોસેસર સાથે લિસ્ટ કર્યો છે. તેનાં 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે. ફોન ટ્રિપલ રિઅર કેમેરાથી સજ્જ હશે.

લિસ્ટિંગ પ્રમાણે, ફોન એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. તેમાં ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર મળશે. ફોનને સિંગલ કોરમાં 169 અને મલ્ટિકોરમાં 1001 સ્કોર મળ્યો છે. ઓગસ્ટ મહિનાના લીક પ્રમાણે, ફોનનાં 32GB અને 64GB વેરિઅન્ટ લોન્ચ થશે.

નોકિયા 2.4નું લોન્ચિંગ

 • નવેમ્બર મહિનાના અંત સુધીમાં ભારતમાં નોકિયા 2.4 સ્માર્ટફોન લોન્ચ થશે. ગ્લોબલ માર્કેટમાં ફોનનું લોન્ચિંગ સપ્ટેમ્બર મહિનામાં થયું હતું. ફોન ડ્યુઅલ રિઅર કેમેરા અને 2 રેમ ઓપ્શન સાથે 3 કલર વેરિઅન્ટમાં લોન્ચ થઈ શકે છે.
 • યુરોપમાં ફોનની કિંમત 119 યુરો (10,500 રૂપિયા) છે. ભારતમાં તે આ જ કિંમતમાં લોન્ચ થઈ શકે છે. યુરોપમાં ફોનનાં ચારકોલ, ડસ્ક અને ફિરોઝ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

નોકિયા 2.4નાં સ્પેસિફિકેશન

 • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે. ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ (720x1,600 પિક્સલ) ડિસ્પ્લે મળે છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે.
 • ફોન ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર સાથે 2GB અને 3GB રેમ ઓપ્શન સાથે આવે છે.
 • ફોનમાં 13MPનો ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા પણ છે.
 • ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 32GB/64GB છે, SD કાર્ડની મદદથી તેને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS, NFC, FM રેડિયો, માઈક્રો USB અને 3.5mm હેડફોન જેક જેવાં ઓપ્શન આપવામાં આવ્યાં છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફોન 4500mAhની બેટરીથી સજ્જ છે.

રિયલમી X7 આગામી વર્ષે લોન્ચ થશે

રિયલમી ઈન્ડિયાના CEO માધવ શેઠે ટ્વીટ કરી અપકમિંગ સિરીઝ X7 વિશે માહિતી આપી છે. આ સિરીઝમાં રિયલમી X7 અને X7 પ્રો સ્માર્ટફોન લોન્ચ થશે. કંપની 2021માં 5G ટેક્નોલોજી પર કામ કરવા માગે છે. જોકે આ સિરીઝની લોન્ચિંગ ડેટ વિશે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

રિયલમી X7 સિરીઝનાં સ્પેસિફિકેશન

 • રિયલમી X7 અને X7 પ્રો બંને સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરશે. રિયલમી X7માં 6.4 ઈંચની HD+ડિસ્પ્લે મળશે. તો રિયલમી X7 પ્રોમાં 6.55 ઈંચની ડિસ્પ્લે મળશે.
 • રિયલમી X7માં ઓક્ટા કોર ડાયમેન્સિટી 800U પ્રોસેસર અને પ્રો વેરિઅન્ટમાં ઓક્ટાકોર ડાયમેન્સિટી 1000+ પ્રોસેસર મળશે. રિયલમી X7નું 8GB+128GB અને પ્રો વેરિઅન્ટનું 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે.
 • રિયલમી X7માં 64MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનું પોટ્રેટ સેન્સર અને 2MPનું મેક્રો શૂટર મળશે. સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે. પ્રો વેરિઅન્ટમાં પણ આ જ કેમેરા કોમ્બિનેશન મળશે.
 • રિયલમી X7માં 4,300mAhની બેટરી અને રિયલમી X7 પ્રોમાં 4,500mAhની બેટરી મળશે. બંને સ્માર્ટફોન 65 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો