વનપ્લસન ફ્યુચર પ્લાન:2021માં સ્માર્ટવોચ સેગમેન્ટમાં એન્ટ્રી કરી શકે છે કંપની, CEOએ કહ્યું- વોચ અને વિયરOS પર કામ ચાલું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ જણાવ્યું કે, વોચ અને વિયરOS પ્રોજેક્ટ બંને એકબીજાથી અલગ છે
  • એક ઈન્ટવ્યૂમાં પીટ લાઉએ કહ્યું કે- 2021માં વોચ લોન્ચ કરી શકે છે કંપની

કેટલાક મહિના પહેલાં વનપ્લસે સ્માર્ટવોચ લોન્ચ કરવાના પ્રયાસમાં એક ટીઝ કર્યું હતું. જ્યારે વનપ્લસ સ્માર્ટફોન માર્કેટમાં નવી કંપની હતી. જોકે કંપની તરફથી હવે એક નવી વનપ્લસ વોચની હિન્ટ આપવામાં આવી હતી. એ દાવાઓને કંપનીએ ફગાવ્યા છે. જોકે એક નવા રિપોર્ટમાં કંપનીના CEOએ હવે સ્પષ્ટ કર્યું છે કે કંપની હજુ પણ સ્માર્ટવોચ પર કામ કરી રહી છે. આ સિવાય કંપની ગૂગલ સાથે વિયરOS પ્લેટફોર્મ પર પણ કામ કરી રહી છે. જોકે આ પોઈન્ટ સ્માર્ટવોચ સાથે સંબંધિત નથી.

CEO પીટ લાઉએ પોતાના 2 ડેવલપમેન્ટ વિશે ધ ઈનપુટને આપેલા ઈન્ટવ્યૂમાં જણાવ્યું કે, 2021માં કંપની વનપ્લસ વોચ લોન્ચ કરી શકે છે. હાલ લાઉએ વોચની રિલીઝ ડેટ અને સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી. તેથી કહી શકાય કે વોચ ટૂંકા ગાળામાં લોન્ચ નહિ થાય.

વનપ્લસ વોચ વિથ વિયરOS

  • લાઉએ સ્પષ્ટ કર્યું છે કે વનપ્લસ વોચ અને વિયરOS પ્રોજેક્ટ એકબીજાથી અલગ છે. કંપની ઈચ્છે છે કે વોચ તેના IOT ઈકોસિસ્ટમનો ભાગ બને, જેમાં તે ટીવી, ફોન અને અન્ય સ્માર્ટ ડિવાઈસિસ સાથે સરળતાથી સંવાદ કરી શકે. તેના માટે કંપની ડીપ સિસ્ટમ લેવલ ઈન્ટિગ્રેશનને સંભવ બનાવવા માટે ગૂગલ સાથે કામ કરી રહી છે.
  • લાઉએ કહ્યું કે- અમે જે પણ પ્રયાસ કરી રહ્યા છે તે ગૂગલ સાથે કામ કરવા માટે વિયરOS ઈકોસિસ્ટમ, એન્ડ્રોઈડ ટીવી અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન વચ્ચે કનેક્ટિવિટી સારી બનાવવા માટે પ્રયાસ કરીએ જેથી સારા ડિવાઈસ ઈન્ટરઓપરેબિલિટી માટે તે ક્ષમત બનાવી શકાય. ગૂગલ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, જેને અમે ડેવલપ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અમારી પાસે હાલ શેર કરવા માટે વધુ માહિતી નથી.
  • લાઉ ગૂગલના પ્લેટફોર્મની પુષ્ટિ નથી કરી રહ્યા જોકે સંભાવનાથી પણ ઈનકાર નથી કરી રહ્યા. શા માટે કોઈ કંપની સ્માર્ટવોચ પ્લેટફોર્મ પર કામ કરશે અને તેનો ઉપયોગ નહિ કરે. વનપ્લસે લાંબા સમય સુધી ગૂગલના સોફ્ટવેર પ્રોડક્ટ્સ પર વિશ્વાસ રાખ્યો છે અને અનુભવ વધુ સારો બનાવવા માટે તેમની સાથે કામ કર્યું.
  • વનપ્લસની મૂળ કંપની ઓપ્પોએ આ વર્ષની શરૂઆતમાં ઓપ્પો વોચ નામથી એક OS પાવર્ડ સ્માર્ટવોચ લોન્ચ કરી હતી. ઓપ્પો વોચ વિયરOS પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, પરંતુ અનુભવ અલગ બનાવવા માટે ઓપ્પોના કેટલાક કલરOS એલિમેન્ટ્સ પણ તેમાં ઉમેરવામાં આવ્યા છે. સંભવ છે કે વનપ્લસ આમ કરી શકે છે. વનપ્લસ વોચ વિયરOS સાથે કેટલાક ઓક્સીજનOS એલિમેન્ટ્સ સાથે પણ લોન્ચ થઈ શકે છે.
  • વનપ્લસે વોચ વિશે કોઈ ઓફિશિયલમી જાહેરાત કરી નથી. તેની કઝિન ફર્મ રિયલમી પણ ભારતમાં આ અઠવાડિયાંમાં રિયલમી વોચ S અને S પ્રો નામની 2 સ્માર્ટવોચ લોન્ચ કરવા જઈ રહી છે.