ટીવીની ખરીદી મોંઘી પડશે:વનપ્લસનાં ટીવી હવે ₹7000 સુધી મોંઘાં પડશે; 1 જુલાઈથી શાઓમી, રિયલમી, TCL સહિતની કંપનીઓએ પણ ભાવવધારો અમલી કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વનપ્લસનું સૌથી સસ્તાં 12 ઈંચનાં ટીવીની કિંમત ₹12,999 વધીને ₹18,999 થઈ
  • G સિરીઝનાં 50 ઈંચ મોડેલની કિંમતમાં કંપનીએ ₹7000નો ભાવવધારો કર્યો

મોંઘવારીનો માર લોકોને ચોતરફથી મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલ, ફોર વ્હીલર, ખાદ્ય સામગ્રી સહિતની લગભગ તમામ વસ્તુઓમાં ભાવવધારો થયો છે. તેવામાં હવે ટીવીની ખરીદી પણ મોંઘી સાબિત થઈ શકે છે. વનપ્લસનાં ટીવીની ખરીદી 7000 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે. સૌથી વધારે મોંઘું ટીવી U સિરીઝનું U1S છે. તેનાં 50 ઈંચ મોડેલને ગયા મહિને 39,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેની નવી કિંમત 46,999 રૂપિયા થઈ છે.

કયું ટીવી કેટલું મોંઘું?

  • વનપ્લસનું સૌથી સસ્તું ટીવી 32 ઈંચનાં મોડેલની લોન્ચિંગ કિંમત 12,999 રૂપિયા હતી, પરંતુ હવે તેની ખરીદી 18,999 રૂપિયામાં પડશે. લોન્ચિંગ બાદ તેની કિંમત આશરે 50% વધી ગઈ છે.
  • 43 ઈંચ મોડેલને કંપનીએ 22,999 રૂપિયામાં લોન્ચ કર્યું હતું. ત્યારબાદ તેની કિંમત વધીને 26,999 રૂપિયા થઈ હતી હવે તેની લેટેસ્ટ કિંમત 29,499 રૂપિયા થઈ છે.
  • 40 ઈંચ ટીવી કંપનીએ 23,999 રૂપિયામાં લોન્ચ કર્યું હતું, હવે તેની કિંમતમાં 2500 રૂપિયાનો ભાવવધારો કરાયો છે. આ ટીવીની ખરીદી હવે 26,499 રૂપિયામાં કરવી પડશે.
  • વનપ્લસે G સિરીઝનું 50 ઈંચનું ટીવી 39,999 રૂપિયા, 55 ઈંચનું ટીવી 47,999 રૂપિયા અને 65 ઈંચનું ટીવી 62,999 રૂપિયામાં લોન્ચ કર્યું હતું, પરંતુ હવે તેની નવી કિંમત ક્રમશ: 46,999 રૂપિયા, 52,999 રૂપિયા અને 68,999 રૂપિયા થઈ છે. અર્થાત 50 ઈંચ મોડેલ 7000 રૂપિયા, 65 ઈંચનું મોડેલ 6000 રૂપિયા અને 55 ઈંચનું મોડેલ 5000 રૂપિયા મોંઘું થયું છે.

શાઓમીનાં ટીવી પણ મોંઘાં થયાં
ચાઈનીઝ બ્રાન્ડ શાઓમી પણ જૂન મહિનાના અંતે સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી સાથે અન્ય પ્રોડક્ટ્સના ભાવ વધારી ચૂકી છે. 1 જુલાઈથી શાઓમીના રેડમી ટીવી 3થી 6% મોંઘાં થયાં છે. ભારતમાં ટીવીની કિંમતોમાં તમામ સેગમેન્ટ્સ અને બ્રાન્ડ્સમાં આશરે 10% સુધીનો ભાવવધારો થયો છે. રિયલમીએ કિંમતોમાં 15%, TCL ઈન્ડિયાએ 7થી 8% સુધી ભાવવધારો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...