ચાઈનીઝ ટેક કંપની વનપ્લસ તેનો અપકમિંગ 5G સ્માર્ટફોન 'વનપ્લસ નોર્ડ CE 5G' 10 જૂને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચિંગ પહેલાં જ સ્માર્ટફોન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કંપનીએ સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કરી કન્ફર્મ કર્યું છે કે આ અપકમિંગ ફોનમાં 64MPનો પ્રાઈમરી લેન્સ મળશે. સાથે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા અને સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે.
વનપ્લસ નોર્ડમાં કંપનીએ 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા આપ્યો હતો. અર્થાત નોર્ડ CEમાં કંપનીએ અપગ્રેડેશન કર્યું છે. રૂમર્સ પ્રમાણે, ફોનમાં સ્નેપડ્રેગન 750G પ્રોસેસર મળશે. નોર્ડના મેઈન વેરિન્ટની સરખામણીએ તે ડાઉનગ્રેડેડ છે.
નોર્ડ CE 5Gનાં બેઝિક સ્પેસિફિકેશન
વનપ્લસ U સિરીઝ ટીવી પણ લોન્ચ થશે
10 જૂને નોર્ડ CE 5G સાથે કંપની પોતાની વનપ્લસ ટીવી U સિરીઝ પણ લોન્ચ કરશે. લીક રિપોર્ટ પ્રમાણે, આ ટીવીનાં 50, 55 અને 65 ઈંચ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. તમામ ટીવીમાં HDR10+, HLG, MEMC સપોર્ટ મળશે. તેનો રિફ્રેશ રેટ 60Hz હશે. ટીવીમાં દમદાર સાઉન્ડ માટે 30 વૉટના સ્પીકર મળશે. તે ડોલ્બી ઓડિયો ક્વોલિટી સાથે આવશે. કનેક્ટિવિટી માટે તેમાં HDMI 2.0 અને USB પોર્ટ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.