ટેક ન્યુઝ:OnePlus Nord 2Tના સ્પેસિફિકેશન્સ લીક થયા, થર્ડ-પાર્ટી રિટેલર્સે આકસ્મિક રીતે કર્યો આ અંગે ખુલાસો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

OnePlus Nord 2T એ આગામી નોર્ડ-સિરીઝ ડિવાઇસ છે, જેને કંપની ભારત જેવા બજારોમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. વન પ્લસ કંપની ટી-સિરીઝ અને નોર્ડ સિરીઝને એકસાથે લાવી રહી છે. આ ડિવાઇસ ગયા વર્ષે લોન્ચ થયેલા OnePlus Nord 2 5Gનું અપડેટ વર્ઝન હોવાની અપેક્ષા છે. OnePlus Nord 2T માટેની સત્તાવાર માહિતી હજુ કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી, પરંતુ થર્ડ-પાર્ટી રિટેલર્સ દ્વારા આ ફોનની અંદર શું છે તે અંગે ખુલાસો થયો છે. ભારત અને યુકે જેવા દેશની બહારના વિસ્તારોમાં ચાઇનીઝ ચીજવસ્તુઓની આયાત કરતી વેબસાઇટ 'AliExpress' દ્વારા આકસ્મિક રીતે OnePlus Nord 2T સ્ટોરપેજને આગળ ધપાવ્યું હતું અને આ ફોન વિશેની કેટલીક મહત્વપૂર્ણ માહિતી બહાર પાડી હતી. ફોનના સ્પેસિફિકેશન્સ ઉપરાંત પ્રોડક્ટ પેજ ઓફિશિયલ લુકિંગ પ્રોડક્ટ રેન્ડર્સ પણ ઓફર કરે છે.

OnePlus Nord 2T સંભવિત સ્પેસિફિકેશન્સ
લિસ્ટિંગ મુજબ OnePlus Nord 2Tમાં AMOLED પેનલ સાથે 6.43 ઇંચની FHD+ ડિસ્પ્લે હશે. આ સિવાય તમને 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ પણ મળશે અને સેલ્ફી કેમેરા માટે ટોપ-લેફ્ટ પર પંચ-હોલ કટઆઉટ સાથે આવશે. આ ઉપરાંત આ મોડેલમાં મીડિયાટેક ડિમેન્સિટી 1300 ચિપસેટ હોવાના અહેવાલ છે. OnePlus Nord 2 5Gમાં મીડિયાટેક ડિમેન્સિટી 1200 આપવામાં આવેલું છે ત્યારે OnePlus Nord 2Tમાં તેનું અપગ્રેડેડ વર્ઝન આવવાની શક્યતા છે. આમાં તમને 8GB રેમ અને 128GB સ્ટોરેજ પણ મળી શકે છે, આ સાથે જ 12GB રેમ અને 256GB સ્ટોરેજ કન્ફિગરેશન સાથેનું અન્ય એક વેરિઅન્ટ પણ જોવા મળી શકે છે, જે સામાન્ય રીતે નોર્ડ લાઇનઅપમાં જોવા મળે છે.

કેમેરા માટે અમે પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ જોઈ શકીએ છીએ, જેમાં 50MP SONY IMX766 નો સમાવેશ થાય છે, જેમાં OIS સપોર્ટ સાથે 8MP અલ્ટ્રાવાઇડ અને 2MPનું સેન્સર છે. આગળના ભાગમાં પંચ-હોલ કટઆઉટમાં 32MPનો ફ્રન્ટ કેમેરો જોવા મળી શકે. અન્ય અપેક્ષિત સુવિધાઓમાં 4500mAhની બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ શામેલ છે. Nord 2 મોડેલ 65W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યું હતું. Nord 2T પણ બોક્સની બહાર OxygenOS 12.1 સાથે આવે તેવી સંભાવના છે. લિસ્ટિંગમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફોનની કિંમત 399 EUR એટલે કે લગભગ 32,100 રૂપિયા હશે. આનો અર્થ એ કે, જ્યારે ભારતમાં ફોન લોન્ચ થશે ત્યારે ફોનની કિંમત આ પ્રાઈસની આજુબાજુ હશે.