ગેમિંગ લવર્સ આનંદો:વનપ્લસ નોર્ડ 2ની 'પૅક મેન' એડિશન લોન્ચ થઈ, 5G કનેક્ટિવિટી અને 50MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનનું 12GB+256GBનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું
  • સેલ્ફી માટે ફોનમં સોનીનું 32MPનો લેન્સ મળે છે

વનપ્લસ નોર્ડ 2 5G સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવ્યા બાદ કંપનીએ ગેમર્સને ખુશ કરવા માટે ફોનની 'પેક મેન' એડિશન લોન્ચ કરી છે. ફોનનાં બેક કવર પર કેટલાક ડોટ સાથે પેક મેન થીમ આપવામાં આવી છે. તેનું 12GB+256GBનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે.

કિંમત અને અવેલેબિલિટી
ફોનનાં સિંગલ 12GB+256GB વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે. ફોનની ખરીદી વનપ્લલના સ્ટોર્સ સાથે એમેઝોન પરથી કરી શકાશે.

વનપ્લસ નોર્ડ 2 પેક મેનનાં સ્પેસિફિકેશન

  • આ સ્માર્ટફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. એન્ડ્રોઈડ 11 સાથે તે ઓક્સીજન OS 11.3 પર રન કરે છે.
  • ફોનમાં 6.43 ઈંચની FHD+ પ્લોઈટ AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 1200 AI પ્રોસેસર મળે છે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 50MP (સોની IMX766 લેન્સ)+ 8MP (અલ્ટ્રા વાઈડ સેકન્ડરી સેન્સર)+ 2MP(મોનોક્રોમ સેન્સર)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો સોની IMX615 લેન્સ મળે છે. તે ફ્રન્ટ ફેસિંગ અને ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G 4G LTE, Wi-Fi 6, v5.2, GPS/ A-GPS/ NavIC, NFC, USB Type-C સહિતનાં ઓપ્શન મળશે. તેમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ, ઝાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર મળે છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર છે. તેમાં 4,500mAhની બેટરી છે. તે 65 વૉટ વૉર્પ ચાર્જ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તે 30 મિનિટમાં ફુલ ચાર્જ થાય છે.