• Gujarati News
  • Utility
  • Gadgets
  • 'OnePlus Nord 2 5G' Will Cover The Cost Of Treatment Of The Injured User, The Company Will Also Refund The Phone Money.

વનપ્લસ ફોન બ્લાસ્ટ કેસ:'વનપ્લસ નોર્ડ 2 5G' ફાટવાથી ઘાયલ થયેલા યુઝરની સારવારનો ખર્ચો ઉપાડશે કંપની, ફોનના પૈસા પણ પાછા આપશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 મહિનાની અંદર 3 વખત 'વનપ્લસ નોર્ડ 2 5G'ફાટવાની ઘટના બની
  • સહિત નામનો યુઝર ત્રણેય કેસમાંથી સૌથી વધારે પીડિત બન્યો

2 દિવસ પહેલાં જ 'વનપ્લસ નોર્ડ 2 5G' બ્લાસ્ટની હેટ્રિકનો કેસ સામે આવ્યો હતો. આ બ્લાસ્ટમાં યુઝરની જાંઘમાં ગંભીર રીતે ઈજા થઈ હતી. સોશિયલ મીડિયા પર સુહિત શર્મા નામના યુઝરે બ્લાસ્ટના ફોટો શેર કર્યા હતા. સાથે ઈજાગ્રસ્ત પગનો ફોટો પણ હતો. મીડિયામાં કંપનીને ચોકોરથી મેણા ટોણા સાંભળવા મળતા હવે કંપનીએ ડેમેજ કન્ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. કંપની હવે યુઝરની સારવારનો ખર્ચો ઉપાડશે સાથે રિફંડ પણ આપશે.

MySmartPriceના એક રિપોર્ટ પ્રમાણે, કંપનીએ પીડિત સાથે સંપર્ક કર્યો છે અને તપાસ માટે ફોનને પુણેના સર્વિસ સેન્ટર મોકલાયો છે. આ સિવાય કંપનીએ જણાવ્યું કે તે યુઝરના સંપર્કમાં છે અને તેની સારવારનો સંપૂર્ણ ખર્ચો ઉપાડશે. સાથે જ ફોનનું ફુલ રિફંડ પણ આપશે. જોકે આ વિશે કંપનીએ સાર્વજનિક કોઈ નિવેદન આપ્યું નથી.

શું છે સમગ્ર મામલો?
સુહિતે સોશિયલ મીડિયા પર 4 ફોટો શેર કરી લખ્યું કે, વનપ્લસથી આવી આશા ક્યારેય નહોતી. જુઓ કંપનીની પ્રોડક્ટે શું કર્યું છે. હવે પરિણામ માટે તૈયાર થઈ જાઓ. લોકોના જીવન સાથે રમવાનું બંધ કરો. તમારા કારણે આ છોકરો પીડિત બન્યો છે. વહેલી તકે સંપર્ક કરો.

ફોટોઝ જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ બ્લાસ્ટ કેટલો ભયાનક હશે. યુઝરના જીન્સ સાથે તેની જાંઘની ચામડી બળી ગઈ છે. ઘટના બાદ કંપનીએ જણાવ્યું હતું કે આવી ઘટનાને કંપની ગંભીરતાથી લે છે. યુઝર પાસે ટીમ પહોંચી ગઈ છે. તપાસ માટે ડેટા કલેક્ટ કરવાની પ્રોસેસ શરૂ થઈ છે.

આ પહેલાં 2 વાર ફોનમાં બ્લાસ્ટ થયો

  • પ્રથમ કેસ: 1 ઓગસ્ટ 2021એ અંકુર શર્મા નામના યુઝરે જણાવ્યું કે તેની પત્નીનો માત્ર 5 દિવસ જૂનો વનપ્લસ નોર્ડ 2 સાઈકલિંગ દરમિયાન બ્લાસ્ટ થયો. સાઈકલિંગ દરમિયાન તેની પત્નીના સ્લિંગ બેગમાં ફોન રાખેલો હતો. બ્લાસ્ટને કારણે ફોનની બેક પેનલ સંપૂર્ણ રીતે ડેમેજ થઈ હતી.
  • બીજો કેસ: 8 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર ગૌરવ ગુલાટી નામના વકીલે તેના ગાઉનમાં આ ફોન બ્લાસ્ટ થયો હોવાની વાત કરી. ગૌરવે જણાવ્યું કે, કોર્ટ ચેમ્બરમાં તેના ગાઉનમાં આ ફોન ફાટ્યો હતો. ફોન એ હદે બ્લાસ્ટ થયો કે તેમાં આગ લગી ગઈ. પોતાના કોર્ટ ચેમ્બરમાં તે બેસ્યો હતો. અચાનક તેના ગાઉનના ખિસ્સાંમાં તેને ગરમાવો મહેસૂસ થયો. તેણે ખિસ્સાંમાંથી ફોન બહાર કાઢીને જોયું તો ફોનમાંથી ધૂમાડો નીકળતો હતો. આ જોઈ તેણે તરત ફોન ફેંકી દીધો ત્યારબાદ ફોન બ્લાસ્ટ થયો હતો.

વનપ્લસ નોર્ડ 2નાં સ્પેસિફિકેશન

  • સ્માર્ટફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 સાથે ઓક્સિજન OS 11.3 પર રન કરે છે. તેમાં 6.43 ઈંચની FHD+ ડિસ્પલે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 1200 AI પ્રોસેસર સાથે 12GBની રેમ મળે છે. ફોનમાં 256GBનું UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.
  • ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 50MPનો સોની IMX766 પ્રાઈમરી લેન્સ, 8MPનો અલ્ટ્રાવાઈડ સેકન્ડરી લેન્સ અને 2MPનું મોનોકોર્મ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો સોની IMX615 ફ્રન્ટ કેમેરા છે. ફ્રન્ટ કેમેરા ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન સાથે આવે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi 6, બ્લુટૂથ v5.2, GPS/ A-GPS/ NavIC, NFC, USB Type-C સહિતના ઓપ્શન છે. તેમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ, ઝાયરોસ્કોપ અને એક પ્રોક્સિમિટી સેન્સર મળે છે.
  • સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. તેમાં 4,500mAhની બેટરી મળે છે, તે 65 વૉટ વૉર્પ ચાર્જ સપોર્ટ કરે છે. 30 મિનિટમાં તે ફુલ ચાર્જ થઈ જાય છે.

આ કારણે ફોનની બેટરીમાં બ્લાસ્ટ થઈ શકે છે
વનપ્લસ નોર્ડ 2 5Gની બેટરી શા માટે ફાટી તેનું કારણ સામે આવ્યું નથી, મુંબઈના IT એક્સપર્ટ મંગલેશ એલિયા જણાવે છે કે, ચાર્જિંગ સમયે મોબાઈલની આસપાસ રેડિએશન હાઈ રહે છે. આ કારણે બેટરી ગરમ થઈ જાય છે. તેથી તે ચાર્જિંગ સમયે મોબાઈલ પર વાત કરતાં સમયે બ્લાસ્ટ થઈ શકે છે. ઘણી વખત યુઝર્સની ભૂલોને કારણે પણ બેટરી ઓવરહિટ થઈ બ્લાસ્ટ થાય છે. બેટરીના સેલ ડેડ થતાં રહે છે જે ફોનની અંદર કેમિકલ ચેન્જિસ થવા પર બ્લાસ્ટ થઈ શકે છે.