ટેક ન્યુઝ:વર્ચ્યુઅલ ઇવેન્ટમાં વનપ્લસે વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યા Nord સિરીઝ સ્માર્ટફોન્સ, જુઓ કિંમત અને સ્પેસિફિકેશન્સ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વનપ્લસે આજે પોતાનો સૌથી સસ્તો સ્માર્ટફોન OnePlus Nord 2T 5G લોન્ચ કર્યો છે. વર્ચ્યુઅલ ઇવેન્ટમાં OnePlus Nord 2T 5G, OnePlus Nord CE 2 Lite 5G અને OnePlus Nord Buds વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યા હતા. એક મહિના કરતા પણ ઓછા સમયમાં આ ત્રીજું નોર્ડ ડિવાઇસ છે. નોર્ડ સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 6.43 ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે અને તેમાં 80W ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે MediaTek Dimensity 1300 SoC આપવામાં આવ્યું છે. અહેવાલો પરથી મળતી માહિતી મુજબ યુરોપિયન માર્કેટમાં વેંચાતો દરેક બીજો ફોન OnePlus Nord ડિવાઇસ છે.

OnePlus Nord 2T 5Gને 8GB રેમ + 128GB સ્ટોરેજ સાથે 369EUR (લગભગ 30,264 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે 12GB રેમ+ 256GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 399EUR એટલે કે (લગભગ 32,600 રૂપિયા) રાખવામાં આવી છે. Nord 2T એ જેડ ફોગ અને ગ્રે શેડો કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. આ ડિવાઇસ હાલમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે અને OnePlusની સત્તાવાર વેબસાઇટ એમેઝોન અને અન્ય રિટેલ ભાગીદારો પર 24 મેથી વેચાણ શરૂ થશે. હાલ OnePlus Nord CE 2 Lite 5Gની કિંમત 6 GB રેમ + 128 GB સ્ટોરેજ વિકલ્પ માટે 299EUR (લગભગ 24,450 રૂપિયા) છે. તે બ્લુ ટાઇડ અને બ્લેક ડસ્ક કલર વિકલ્પમાં ઉપલબ્ધ થશે. Nord CE 2 Lite એ એપ્રિલમાં ભારતમાં એન્ટ્રી મારી હતી. જોકે, આજે તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો હતો.

OnePlus Nord 2T 5G સ્પેસિફિકેશન્સ

 • આ સ્માર્ટફોન Android 12 પર આધારિત OxygenOS12.1 પર ચાલે છે.
 • 6.43 ઇંચની full-HD+ AMOLED ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ સાથે અને HDR10+ સપોર્ટ કરે છે
 • ડિસ્પ્લેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે.
 • Nord 2T 12 જીબી સુધીની રેમ સાથે MediaTek Dimensity 1300 SoC દ્વારા સંચાલિત છે
 • આ ડિવાઇસમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં પ્રાઈમરી કેમેરો 50MP, અલ્ટ્રા-વાઇડ કેમેરા 8MP અને મોનોક્રોમ સેન્સર 2MPનું છે.
 • આ ડિવાઇસમાં 32MPનો ફ્રન્ટ કેમેરો પણ છે.
 • તેમાં 80W SuperVOOC વાયર્ડ ચાર્જિંગ સાથે 4,500mAHની બેટરી આપવામાં આવી છે.

OnePlus Nord CE 2 Lite 5G અને OnePlus Nord Buds

 • OnePlus Nord CE 2 Lite 5G એ 6.59 ઇંચની full-HD+ AMOLED સાથે આવે છે, જેમાં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
 • આ ડિવાઇસમાં Snapdragon 695 SoC દ્વારા સંચાલિત છે, જેમાં 6GB LPDDR4X RAM રેમ છે.
 • Nord CE 2 Lite 5G એ 64MP પ્રાઇમરી કેમેરા, 2MP અલ્ટ્રા-વાઇડ અને 2MP depth સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરો પણ છે.
 • વર્ચ્યુઅલ ઇવેન્ટમાં OnePlus Nord Budsને 49 યુરો (લગભગ 4,000 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યા હતા.