ન્યૂ લોન્ચ:વનપ્લસે 17,300 રૂપિયાનો નવો નોર્ડ N100 સ્માર્ટફોન લોન્ચ કર્યો, સસ્તો 5G ફોન પણ રજૂ કર્યો

2 વર્ષ પહેલા

વનપ્લસે પોતાની ન્યૂ એન(N)ના બે સ્માર્ટફોન નોર્ડ N100 અને નોર્ડ N10 5G લોન્ચ કર્યા છે. આ કંપનીની 5G કનેક્ટિવિટીવાળી સસ્તી સિરીઝ છે. સિરીઝના બંને ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે છે. ફોનમાં સ્નેપડ્રેગન 460 ઓક્ટા કોર પ્રોસેસર અને સ્ટીરિઓ સ્પીકર્સ આપ્યા છે. જો કે, આ સ્માર્ટફોન હજુ ભારતમાં લોન્ચ થયા નથી.

વનપ્લસ નોર્ડ N10 5G, નોર્ડ N100ની કિંમત
વનપ્લસ નોર્ડ N10 5Gના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત GBP 329(આશરે 32 હજાર રૂપિયા) છે. વનપ્લસ નોર્ડ N100ના 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત GBP 179(આશરે 17,300 રૂપિયા) છે. આ સ્માર્ટફોન હાલ યુરોપમાં અને નોર્થ અમેરિકામાં વેચવામાં આવશે. તે મિડનાઈટ આઈસ કલર, વ્હાઈટ કલરમાં અવેલેબલ છે.

વનપ્લસ નોર્ડ N10 5Gના સ્પેસિફિકેશન

  • આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ બેઝ્ડ ઓક્સિજન OS 10.5 પર રન કરશે. ફોનમાં 6.49 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે આપી છે. તેમાં ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 650 પ્રોસેસરની સાથે 6GB રેમ મળશે. ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વૉડ કેમેરા સેટઅપ છે. તેમાં મેક્રો અને શૂટર લેન્સ આપ્યા છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GB છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાશે. ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS અને USB Type-C પોર્ટ જેવાં કનેક્ટિવિટી ઓપ્શન મળે છે. સિક્યોકિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેમાં 4,300mAhની બેટરી આપવામાં આવી છે, જે કંનીની વૉર્પ ચાર્જ 30T ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર મળે છે.

વનપ્લસ નોર્ડ N100નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ બેઝ્ડ ઓક્સીજન OS 10.5 પર રન કરે છે. ફોનમાં 6.52 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. તેમાં ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસર સાથે 4GBની રેમ મળે છે. ફોનમાં 13MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં મેક્રો અને શૂટર લેન્સ મળે છે. તો સેલ્ફી માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા પણ છે.
  • ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GB છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાશે. ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS અને USB Type-C પોર્ટ જેવાં કનેક્ટિવિટી ઓપ્શન મળે છે. તેમાં 5000mAhની બેટરી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
અન્ય સમાચારો પણ છે...