તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફ્યુચર પ્લાન:નાના શહેરો સુધી પહોંચવા માટે 100 કરોડ રૂપિયા ખર્ચશે વનપ્લસ, વધુ 3 હજાર ઓફલાઈન સ્ટોર ખોલશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન થશે
  • વર્ષ 2021થી કંપની તમામ ટીવીનું ઉત્પાદન ભારતમાં જ કરશે

ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસે જણાવ્યું કે, કંપની નાના શહેરો સુધી પોતોની પહોંચ વધારવા માટે ભારતમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ ભાગીદારીમાં કરવામાં આવશે. મેટ્રો શહેરોથી અલગ ટિયર-2 શહેરોમાં પ્રિમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં ભાગીદારી વધારવા માટે રોકાણ કરશે.

ઓફલાઈન સ્ટોર્સની સંખ્યા 8 હજાર થશે
વનપ્લસના VP અને ચીફ સ્ટ્રેટેજી ઓફિસર નવનીત નાકરાના જણાવ્યા પ્રમાણે, હાલ આખા દેશમાં કંપનીના 5 હજારથી વધારે સ્ટોર છે. તેમાં પાર્ટનર પણ સામેલ છે. આગામી ત્રિમાસિકગાળામાં તેની સંખ્યા 8 હજાર કરવામાં આવશે. નાકરાએ જણાવ્યું કે, હાલ દેશમાં 30 વનપ્લસ એક્સપિરિઅન્સ સ્ટોર છે. આગામી 6 મહિનામાં 14 નવા એક્સપિરિઅન્સ સ્ટોર ખોલવામાં આવશે.

હૈદરાબાદમાં સૌથી મોટો એક્સપિરિઅન્સ સ્ટોર ખૂલશે
નવનીત નાકરાના જણાવ્યા અનુસાર, વર્ષનાં અંત સુધીમાં હૈદરાબાગના નિઝામ પેલેસમાં વનપ્લસ દુનિયાનો સૌથી મોટો એક્સપિરિઅન્સ સ્ટોર બનાવશે. કંપની સર્વિસ સેન્ટર નેટવર્કને આગામી વર્ષ સુધી 100 શહેરો સુધી લઈ જશે. હાલ કંપનીનું સર્વિસ સેન્ટર નેટવર્ક 65 શહેરોમાં છે.

ગત વર્ષે R&D સેન્ટર ખોલ્યું હતું
કંપનીએ ગત વર્ષે ભારતમાં તેનું R&D (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) સેન્ટર ખોલ્યું હતું. નાકરાએ જણાવ્યું હતું કે કંપની દેશમાં લાંબાગાળાના ગ્રોથ માટે કામ કરી રહી છે. હાલ કંપનીની R&D ટીમમાં 300 કર્મચારી છે. આગામી મહિનાઓમાં આ સંખ્યા બમણી થઈ શકે છે. 2014થી એન્ટ્રી કરી ત્યારથી જ કંપની પ્રમુખ માર્કેટમાં સામેલ છે તેવું નાકરાએ જણાવ્યું હતું.

ફેબ્રુઆરી 2018થી ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે
નાકરાએ જણાવ્યું કે મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ કંપની ફેબ્રુઆરી 2018 સુધી ઘણા ડિવાઈસનું ઉત્પાદન ભારતમાં જ કરી રહી છે. વનપ્લસ ટીવી અને વનુપ્લસ નોર્ડનું ઉત્પાદન ભારતમાં કરવાની જાહેરાત કરી છે. 2021થી વનપ્લસના તમામ ટીવી ભારતમાં સ્થાનીય સ્તરે બનાવાશે. તેમણે જણાવ્યું કે વનપ્લસના 100% સ્માર્ટફોનનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. તેમાં વનપ્લસ 8 સિરીઝ, વનપ્લસ નોર્ડ અને તાજેતરમાં જ લોન્ચ કરેલો વનપ્લસ 8T સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો