તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનપ્લસ કંપની મોબાઈલ પેમેન્ટ સિસ્ટમ ‘વનપ્લસ પે’ લોન્ચ કરશે, ‘ગૂગલ પે’ અને ‘ફોન પે’ને ટક્કર મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપની વધુ આકર્ષિત ઓફર આપે તેવી સંભાવના છે
  • આ પેમેન્ટ સર્વિસને વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ શુક્રવારે દિલ્હીમાં વનપ્લસના સ્માર્ટફોન લોન્ચિંગ ઈવેન્ટમાં ‘વનપ્લસ પે’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પેમેન્ટ સર્વિસને વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવશે. વનપ્લસની પેમેન્ટ સર્વિસ શરૂ થવાથી ‘પેટીએમ’,‘ગૂગલ પે’ અને ‘એપલ પે’ને ટક્કર મળશે.
જોકે આ સર્વિસના ફીચર અને તેના લોન્ચિંગ વિશેની માહિતી કંપનીએ આપી નથી.


ટેક નિષ્ણાતો મુજબ આ પેમેન્ટ સર્વિસને સૌ પ્રથમ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જોકે ભારતમાં પહેલાંથી જ સક્રિય પેમેન્ટ સર્વિસને ધ્યાનમાં રાખીને કંપની વધુ આકર્ષિત ઓફર આપે તેવી સંભાવના છે.
 
વનપ્લસ કંપનીએ ડિઝિટલ પેમેન્ટ સેગમેન્ટમાં પોતાની મજબૂત પકડ બનાવી રાખવા માટે વધારે બેંક સાથે કરાર કરવા પડશે, જેથી પહેલાંથી સક્રિય સર્વિસને સારી રીતે ટક્કર આપી શકે.

અન્ય સમાચારો પણ છે...