વનપ્લસ કંપનીએ ફક્ત ભારત માટે આજે તેનું પહેલું TWS(true wireless stereo)બડ્સ લોન્ચ કર્યું છે, જેને ‘નોર્ડ બડ્સ CE’નામ આપવામાં આવ્ચું છે. આ ઈયરબડ્સ 4 ઓગષ્ટ, બપોરનાં 12 વાગ્યાથી વનપ્લસ.ઈન, વનપ્લસ સ્ટોર એપ, ફ્લિપકાર્ટ.કોમ, વનપ્લસ એક્સપિરિયન્સ સ્ટોર્સ અને અન્ય ઑફલાઇન પાર્ટનર સ્ટોર્સ પર વેચવામાં આવશે. નવપ્લસ નોર્ડસ બડ્સ CEની કિંમત ₹2,299છે અને તે બે પ્રકારનાં રંગોમાં મળી રહેશે : મિસ્ટી ગ્રે અને મૂનલાઇટ વ્હાઇટ. કંપનીએ અગાઉ એપ્રિલ 2022માં વન પ્લસ નોર્ડ બડ્સ લોન્ચ કર્યું હતું.
ફિચર્સ:
નોર્ડ બડ્સ CE 13.4mm ટાઇટેનિયમ ડાયનેમિક ડ્રાઇવરો સાથે આવે છે અને તેમાં બાસ પણ મજબૂત આવે છે, જે તમને એક સારાં એવાં મ્યુઝિક એક્સપિરીયન્સની ખાતરી આપે છે એવો કંપનીનો દાવો છે.આ ઇયરબડ્સ ચાર ઈક્વેલાઈઝર મોડ સાથે આવે છે જેમકે, બાસ, સેરેનેડ, બેલેન્સ્ડ અને જેન્ટલ.
વનપ્લસ દાવો કરે છે, કે 10 મિનિટનાં ચાર્જિંગથી તમે 81 મિનિટ સુધી મ્યુઝિકનો અદ્દભૂત આનંદ માણી શકો છો. નોર્ડ બડ્સ CEએ બ્લૂટૂથ 5.2થી સજ્જ છે અને તેની અલ્ટ્રા-લો લેટન્સી 94 msજેટલી ઓછી છે. આ બડ્સમાં ગેમિંગ મોડ પણ છે, જેના કારણે તમે ગેમિંગનો સારો એવો અનુભવ મેળવી શકો છો. બડ્સ પર ત્રણવાર ટૅપ કરીને તમે આ મોડ સેટ કરી શકો છો.
નોર્ડ બડ્સ CEપણ વનપ્લસ સ્માર્ટફોન યુઝર્સ માટે ‘વન પ્લસ ફાસ્ટ પેર’ સુવિધા સાથે આવે છે, જ્યારે અન્ય સ્માર્ટફોન યુઝર્સ વનપ્લસ સ્માર્ટફોન જેવો ઑડિયો એક્સપિરિયન્સ મેળવવા માટે HeyMelodyએપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. નોર્ડ બડ્સ CEમાં IPX4 રેટેડ ટેકનોલોજી છે, જે પાણી અને પરસેવાથી બડ્સને સુરક્ષિત રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.