તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • OnePlus 9R India Price; OnePlus 9R India Launch Confirmed For March 23, To Bring ‘Robust Flagship Experience’

કન્ફર્મ:વનપ્લસ 9 સિરીઝ સાથે ‘વનપ્લસ 9R’ સ્માર્ટફોન લોન્ચ થશે, દાવો- ઓછી કિંમતમાં મળશે ફ્લેગશિપ એક્સપિરિઅન્સ

6 મહિનો પહેલા
વનપ્લસ 9 સિરીઝ સ્માર્ટફોનની સરખામણીએ તે વધારે સસ્તો હોવા છતાં તેમાં હાઈ સ્ક્રીન રિફ્રેશ રેટ અને 5G સપોર્ટ મળી શકે છે
  • વનપ્લસના CEO પીટ લાઉએ મીડિયા ઈન્ટરવ્યૂમાં ફોનનાં લોન્ચિંગની વાત કન્ફર્મ કરી
  • લાઉએ ભારતમાં નવી સ્માર્ટ હોમ પ્રોડક્ટ લોન્ચ કરવાની પણ હિન્ટ આપી

23 માર્ટે વનપ્લસ તેની લેટેસ્ટ સિરીઝ વનપ્લસ 9 ભારતમાં લોન્ચ કરશે. આ સિરીઝમાં કંપની વનપ્લસ 9R પણ લોન્ચ કરશે. કંપનીના CEO પીટ લાઉએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આ વાત કન્ફર્મ કરી છે. શરૂઆતમાં આ ફોનનું નામ વનપ્લસ 9 લાઈટ હશે તેવી વાત વહેતી થઈ હતી.

વનપ્લસ 9Rમાં ફ્લેગશિપ જેવો એક્સપિરિઅન્સ મળશે
લાઉએ કહ્યું કે વનપ્લસ 9R સ્માર્ટફોન ઓછી કિંમતમાં ફ્લેગશિપ એક્સપિરિઅન્સ આપશે. વનપ્લસ 9 સિરીઝ સ્માર્ટફોનની સરખામણીએ તે વધારે સસ્તો હોવા છતાં તેમાં હાઈ સ્ક્રીન રિફ્રેશ રેટ અને 5G સપોર્ટ મળી શકે છે.

ઈન્ટરવ્યૂમાં લાઉએ કહ્યું કે, વનપ્લસ 9Rમાં સ્મૂધ સ્ક્રોલિંગ, ઈમર્સિવ ગેમિંગ કન્ટ્રોલ્સ અને એક સારો વ્યૂઈંગ એક્સપિરિઅન્સ મળશે. જોકે તેની કિંમત વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે હિન્ટ આપી છે કે તે મિડ રેન્જ પ્રાઈસ સેગમેન્ટમાં લોન્ચ થશે. તેને કંપનીના 2021ના પોર્ટફોલિયોમાં પ્રીમિયમ ટિયર ડિવાઈસ તરીકે મેન્શન કરવામાં આવ્યો છે.

નવો સ્માર્ટફોન મોબાઈલ ગેમર્સને ટાર્ગેટ કરશે
લાઉએ કહ્યું કે વનપ્લસ 9R સાથે લેટેસ્ટ ટેક્નોલોજી અને ક્લાસ લીડિંગ ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન સાથે એક બેલેન્સ હેન્ડસેટ માટે કંપની વનપ્લસ નોર્ડ કરતાં પણ એક સ્ટેપ આગળ વિચારી રહી છે. સ્માર્ટફોન મોબાઈલ ગેમર્સને ટાર્ગેટ થાય છે. જોકે ફોન ટોપ હાર્ડવેર સપોર્ટ અથવા ગેમપ્લે એક્સપિરિઅન્સ માટે ડેડિકેટેડ ગેમ કન્ટ્રોલ્સ અને એક્સેસરીઝ સપોર્ટ સાથે નહિ આવે.

વનપ્લસ 9Rનાં બેઝિક સ્પેસિફિકેશન્સ
આ અપકમિંગ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 690 પ્રોસેસર અને 90Hzની રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળી શકે છે. ફોન 4 રિઅર કેમેરા સેટઅપ સાથે લોન્ચ થઈ શકે છે.