તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • OnePlus 9 Pro Prototype Design Gets Leaked; 6.7 Inch Curved Display With A Single Punch Hole Selfie Camera: View Pics

વનપ્લસ 9 પ્રોના ફોટા લીક:ટિપ્સ્ટરે ફોનના 4 પ્રોટોટાઈપ ફોટોમાં આખી ડિઝાઈન રીવિલ કરી, 6.7 ઈંચની કર્વ્ડ ડિસ્પ્લે મળી શકે છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓનલીક્સ વોઈસે ફોનના ફોટા અને વીડિયો લીક કર્યા - Divya Bhaskar
ઓનલીક્સ વોઈસે ફોનના ફોટા અને વીડિયો લીક કર્યા
  • લીક ફોટોમાં ફોનની ડિસ્પ્લે, બેક પેનલ, કેમેરા સાથે નીચેનો ભાગ પણ જોવા મળે છે
  • કંપની પંચ હોલ અને કર્વ્ડ ડિસ્પ્લે વનપ્લસ 8 પ્રો અને વનપ્લસ 7 પ્રોમાં પણ આપી ચૂકી છે

વનપ્લસના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનનું લોન્ચિંગ 2021માં થશે. લોન્ચિંગ પહેલાં તેની ડિટેલ લીક થઈ છે. હવે ફોનના ડિઝાઈન ફોટો લીક થયાં છે. ટિપ્સ્ટર સ્ટીવ હેમરસ્ટ્રોફર જે ઓનલીક્સ પણ ઓળખાય છે, તેણે વનપ્લસ 9 પ્રો ફોટો લીક કર્યો છે.

ફોટો ક્રેડિટ: ઓનલીક્સ વોઈસ
ફોટો ક્રેડિટ: ઓનલીક્સ વોઈસ

ઓનલીક્સ પર વનપ્લસ 9 પ્રોની 4 ઈમેજ લીક થઈ છે. તેમાં ફોનની ડિસ્પ્લે, બેક, કેમેરા સાથે નીચેનો પાર્ટ જોવા મળે છે. વનપ્લસ 8 પ્રો જ તે લુક ધરાવે છે. જોકે, બેક પેનલ આખી જોવા મળશે. ટિપ્સ્ટર પ્રમાણે, આ ફોનની પ્રોટોટાઈપ ડિઝાઈન છે. ફાઈનલ વર્ઝનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.

પ્રોટોટાઈપ ડિઝાઈનની ડિટેલ

ફોટો ક્રેડિટ: ઓનલીક્સ વોઈસ
ફોટો ક્રેડિટ: ઓનલીક્સ વોઈસ
  • લીક્સ પ્રમાણે, વનપ્લસ 9 પ્રોમાં 6.7 ઈંચ કર્વ્ડ ડિસ્પ્લે મળી શકે છે. તેના લેફ્ટ કોર્નરમાં પંચ હોલ ફ્રન્ટ કેમેરા ડિસ્પ્લે મળશે. પંચ હોલ અને કર્વ્ડ ડિસ્પ્લે કંપની વનપ્લસ 8 પ્રો અને વનપ્લસ 7 પ્રોમાં આપી ચૂકી છે.
  • ટિપ્સ્ટરના જણાવ્યા પ્રમાણે, વનપ્લસ 9 પ્રોમાં સ્પીકર નીચેની બાજુ હશે. જમણી બાજુ પાવર બટન અને ડાબી બાજુ વોલ્યુમ બટન મળશે. જૂની જનરેશનના જેમ જ ફોનની બેક ગ્લાસથી તૈયાર થશે.
  • પ્રો વેરિઅન્ટમાં કેમેરા સેટઅપ કઈક અલગ જ મળશે. તેમાં ક્વૉડ રિઅર કેમેરા બેકની ડાબી બાજુ ઉપરની તરફ આપવામાં આવશે. તેમાં ડ્યુઅલ LED ફ્લેશ પણ મળશે.

ટિપ્સ્ટર TechDroiderએ ડિટેલ લીક કરી હતી

ફોટો ક્રેડિટ: ઓનલીક્સ વોઈસ
ફોટો ક્રેડિટ: ઓનલીક્સ વોઈસ

ટિપ્સ્ટર TechDroiderએ જણાવ્યું કે, કંપની વનપ્લસ 9 સિરીઝના 2 રેગ્યુલર સ્માર્ટફોન વનપ્લસ માર્ચ 2021માં લોન્ચ કરી શકે છે. ટિપ્સ્ટરની વાતથી માલુમ થાય છે કે, કંપની આ સિરીઝનું ત્રીજું મોડેલ વનપ્લસ અલ્ટ્રા અથવા 9T હોઈ શકે છે.

ટિપ્સ્ટરના દાવા પ્રમાણે, વનપ્લસ 9ના 3 વેરિઅન્ટના મોડેલ નંબર LE2110, LE2117 અને LE2119 તેમજ પ્રોના 2 વેરિઅન્ટના મોડેલ નંબર LE2120 અને LE2127 પર કંપની કામ કરી રહી છે.

વનપ્લસ 9 સિરીઝનાં સ્પેસિફિકેશન (સંભવિત)

ફોટો ક્રેડિટ: ઓનલીક્સ વોઈસ
ફોટો ક્રેડિટ: ઓનલીક્સ વોઈસ

વનપ્લસ 9ના અત્યાર સુધીના લીક રિપોર્ટ પ્રમાણે, તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 875 પ્રોસેસર અને 144Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે. ફોનમાં વાયર્ડ સાથે વાયરલેસ ચાર્જિંગ પણ મળશે. વનપ્લસ 9 સિરીઝનું ડેવલપમેન્ટ કોડનેમ ‘Lemonade' સાથે કરવામાં આવી રહ્યું છે. ફોનનાં 4 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.