તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોન્ચિંગ પહેલાં ડીટેલ લીક:23 માર્ચે વનપ્લસ 9 સિરીઝ સ્માર્ટફોન ડેબ્યુ કરશે, યુઝર્સને ફોનમાં 12GB રેમ અને 50MPનો કેમેરા મળી શકે છે

6 મહિનો પહેલા
વનપ્લસ 9 સિરીઝનાં લાઈવ અને સ્ટેટિક વૉલપેપર પણ લીક થયા છે
  • અલ્ટ્રા વાઈડ અને ક્લિયર કેમેરા વિશે કંપનીએ જાણકારી આપી

વનપ્લસ 9 સિરીઝ 23 માર્ચે રજૂ થશે. સિરીઝમાં સામેલ વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રોની તસવીર લીક થઇ છે. બંને ફોનમાં આગળ-પાછળની ડિઝાઇન સાથે કલર વેરિઅન્ટ પણ છે. આ ફોન ઘણા સમયથી લીક ફોટોઝ અને અફવાને લઈને ચર્ચામાં છે. આ ઉપરાંત વનપ્લસ 9 સિરીઝનાં લાઈવ અને સ્ટેટિક વૉલપેપર પણ લીક થયા છે.

વનપ્લસ 9 પ્રો અને વનપ્લસ 9ની ડિઝાઇનની વાત કરીએ તો, વિનફ્યુચરના એક રિપોર્ટમાં બે ફોનનાં ફ્રન્ટ, બેક અને સાઈડ દેખાડી. વનપ્લસ પ્રો બ્લેક, ગ્રીન અને સિલ્વર કલરમાં Hasselblad બ્રાન્ડેડ કેમેરા મોડ્યુલમાં ચાર કેમેરા છે. આ કેમેરા બમ્પ છે, પણ તે વધારે બહાર નથી.

50 મેગાપિક્સલનો કેમેરા મળી શકે છે
વનપ્લસ 9 પ્રોનાં કેમેરાની વાત કરીએ તો, કંપનીનાં CEO પીટ લાઉએ હાલમાં જ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, વનપ્લસ 9 સિરીઝમાં સોની IMX766 અલ્ટ્રા-વાઈડ સેન્સર મળશે. તે કંપનીની એક પોસ્ટ પ્રમાણે, 50 મેગાપિક્સલ સેન્સર હશે.

વનપ્લસ 9ના બ્લેક, બ્લૂ અને પર્પલ કલર વિકલ્પ સાથે Hasselblad બ્રાન્ડેડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં 6.5 ઇંચની ફ્લેટ ડિસ્પ્લે હશે. તેમાં ચારેય બાજુ સ્લિમ બેઝલ્સ મળી શકે છે.

ગીકબેન્ચ 5નો રિપોર્ટ
ગીકબેન્ચ 5નો રિપોર્ટ

કોઈ એક મોડલમાં 12GB રેમ હશે
મોડલ નંબર વનપ્લસ LE2115 સાથે વનપ્લસ ફોનને ગીકબેન્ચ લિસ્ટિંગમાં જોઈ શકાય છે, તેમાં 12GB રેમ અને એક સ્નેપડ્રેગન 888 પ્રોસેસર દેખાડ્યું છે. એવી ચર્ચા થઇ રહી છે કે, આ ફોન મોડલ વનપ્લસ 9 પ્રો છે. તેમાં 1,120નો સિંગલ-કોર સ્કોર અને 3,630નો મલ્ટી-કોર સ્કોર છે.

ફોનમાં સ્ટેટિક અને લાઈવ વૉલપેપર પણ મળી શકે છે
ફોનમાં સ્ટેટિક અને લાઈવ વૉલપેપર પણ મળી શકે છે

ઓક્સિજન ઓપરેટરનો એક રિપોર્ટ ઘણા સ્ટેટિક અને લાઈવ વૉલપેપર દેખાડે છે. આ વનપ્લસ 9 સિરીઝમાં મળી શકે છે. વેબસાઈટ તમારા ફોન માટે વૉલપેપર ડાઉનલોડ કરવા લિંક પણ આપે છે.

ત્રણ મોડલ સિરીઝમાં લોન્ચ થઇ શકે છે
વનપ્લસ 9 સિરીઝ 23 માર્ચે રજૂ કરવામાં આવશે અને કંપની ત્યારે ત્રણ મોડલ વનપ્લસ 9, વનપ્લસ 9 પ્રો અને વનપ્લસ 9E/9R લોન્ચ કરી શકે છે. કંપની વનપ્લસ 9 સિરીઝમાં હાલના અમુક સ્પેસિફિકેશનને ધીમે-ધીમે ટીઝ કરી રહી છે.