• Gujarati News
  • Utility
  • Gadgets
  • One Employee Laid Off Three Times In 4 Months, 8 month pregnant Woman Kept At Home By Google, Back to back Layoffs

'કોઈ મોટી ટેક કંપની ભરતી કરી રહી છે?':4 મહિનામાં એક કર્મચારીની ત્રણ વખત છટણી, 8 મહિનાથી પ્રેગ્નન્ટ મહિલાને ગૂગલે ઘરે બેસાડ્યા, બેક ટુ બેક કર્મચારીઓને બરતરફ કર્યા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

છટણીનું પગલું ભરીને ઘણી કંપનીઓએ તાજેતરના સમયમાં તેમના કાર્યબળમાં ઘટાડો કર્યો છે. એમેઝોન, ગૂગલ અને ફેસબુક સહિતની તમામ ટોચની કંપનીઓએ સામૂહિક છટણી હાથ ધરી છે કારણ કે, તેઓ કોવિડ દરમિયાન થયેલા નુકશાનને સંભાળવા માટે સંઘર્ષ કરી રહી છે. છટણીનો ભોગ બનેલા કર્મચારીઓ પોતાનો અનુભવ વ્યક્ત કરવા અને નવી નોકરીની શોધમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી રહ્યા છે. તાજેતરમાં જ એક છટણીનો ભોગ બનેલા કર્મચારીએ પોતાની ઓળખ છુપાવીને પોતાનો અનુભવ શેર કર્યો છે. વિશેષ વાત તો એ છે કે, ફક્ત 4 જ મહિનામાં આ કર્મચારી એક કે બે નહી પણ ત્રણ મોટી ટેક કંપનીઓમાં છટણીનો ભોગ બન્યો છે.

4 મહિનામાં કર્મચારીને ગૂગલ, સ્નેપચેટ અને એમેઝોનમાંથી બેક ટુ બેક કાઢી મૂકવામાં આવ્યા
અનામી વર્ક એપ્લિકેશન બ્લાઇન્ડ પરની એક પોસ્ટમાં, આ કર્મચારીએ જણાવ્યું હતું કે, ‘બે મહિના પહેલા જ કંપનીમાં જોડાયા પછી તેને / તેણીને ગૂગલ દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. તેમનો દાવો છે કે, ત્રણ મોટી આઇટી કંપનીઓમાંથી તેમને બેક ટુ બેક કાઢી મૂકવામાં આવ્યા હતા. વ્યાપકપણે શેર કરવામાં આવેલ આ પોસ્ટ અનુસાર, ગૂગલમાં જોડાતા પહેલાં સપ્ટેમ્બરમાં સ્નેપચેટ અને નવેમ્બરમાં એમેઝોનમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યા હતા. કેટલાક હજાર કર્મચારીઓ સાથે હું પણ છટણીનો શિકાર.’ મને સમજાતું નથી કે, ‘હવે શું કરવું?’ બ્લાઇન્ડ (sic) પર બેરોજગાર સોફ્ટવેર એન્જિનિયર લખે છે કે, ‘હું અત્યારે શું કરુ કે મારી સાથે શું થયું? એ તો સમજાતુ નથી પણ ટૂંક સમયમાં નોકરી શોધવી એ મારી જરુરિયાત છે.’

આ પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે, ‘શું કોઈ મોટી ટેક કંપની અત્યારે ભરતી કરે છે?’, ‘શું મારે થોડા મહિનાની રજા લેવી જોઈએ અને ઉનાળામાં ફરીથી પ્રયાસ કરવો જોઈએ?’ ‘કોઈ નવા સ્ટાર્ટ અપ સાથે જોડાવ?’ એવું લાગે છે કે ગમે તે હોય પણ નવી જગ્યાએ પણ છટણીનો શિકાર બની જઈશ એવો ડર લાગે છે, તેથી મને સમજાતુ નથી કે, નોકરી શોધુ કે ન શોધુ?’ જ્યારથી કોવિડ આવ્યું છે ત્યારથી કંપનીઓએ છટણીની ઝુંબેશ શરુ કરી છે અને તેમાં પણ ખાસ કરીને ટેક સેક્ટરમાં ઘણા કર્મચારીઓનો ભોગ લેવાયો છે.

ગૂગલમાં 8 મહિનાથી પ્રેગ્નન્ટ મહિલા છટણીનો ભોગ બની
ગૂગલમાં પ્રોગ્રામ મેનેજર રહી ચૂકેલી કેથરિન વોંગે જણાવ્યું હતું કે, ‘મેટરનિટી લીવ પર જતા પહેલાં જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી, તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સારી કામગીરીનો રિપોર્ટ મળ્યો હોવા છતાં તેને છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. તેને એવું લાગ્યું કે, ‘આ છટણી પરફોર્મન્સ પર આધારિત નથી.’ અહેવાલો અનુસાર, ગૂગલ પેરેન્ટ આલ્ફાબેટ ઇન્કે શુક્રવારે 12,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી.

કેથરિન વોંગે આ પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે, ‘આ સમયે મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે, ‘હું જ શા માટે? અને હવે શા માટે?’ આ વાત પચાવવી મુશ્કેલ હતી, ખાસ કરીને સારી કામગીરીનો રિપોર્ટ મળ્યો હોય ને પછી આ પગલું લેવાય.’ તેણીએ એક લિંક્ડઇન પોસ્ટમાં વિગતવાર જણાવ્યું હતું કે, હવે ‘34 અઠવાડિયાની સગર્ભા સ્ત્રી’ તરીકે નોકરી શોધવી મારા માટે લગભગ અશક્ય છે.

‘લોકો મારા બાળક અને સુખાકારી વિશે ચિંતિત છે. મેં મારી નકારાત્મક લાગણીઓને મારા પર હાવી ન થવા દીધી કારણ કે, મારી અંદર એક નાનકડું જીવ છે, જેની કાળજી લેવી જરૂરી છે પણ હું મારા ધ્રુજતા હાથને કાબૂમાં રાખી શકી નહીં. આ એક મિશ્ર લાગણી છે. મને ગૂગલ અને ખાસ કરીને મારી ટીમ, ગૂગલ ડોમેન્સ ગમે છે કારણ કે, મને લાગે છે કે અમે એક પરિવાર છીએ. હું આભારી છું કે મારી ટીમને હજી પણ મારી પીઠ મળી છે. વોંગે પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે, ‘હું સ્ટાર્ટ-અપ જેવી ટીમમાં કામ કરવા બદલ ગર્વ અનુભવું છું, જે આવા પડકારજનક સમયમાં સકારાત્મક વ્યવસાય વૃદ્ધિ કરી રહેલા કેટલાક લોકોમાંની એક છે.’

એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ફેસબુક એ અન્ય ટેક જાયન્ટ્સમાં સામેલ છે જેમણે મંદીના ભય વચ્ચે છટણીનો આશરો લીધો છે.