તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્ષોથી આપણા ઘર અને સંસ્થાઓની સુરક્ષાની જવાબદારી તાળા-ચાવી પર હતી. ટેક્નોલોજી ડેવલપ થઈ તો ઈન્ટરનેટ કંપનીઓએ પાસવર્ડ સ્વરૂપે ‘વર્ચ્યુઅલ કી’ લોન્ચ કરી સુરક્ષાની પરિભાષા બદલી નાખી. ઘર દુકાન, તિજોરીની સુરક્ષા પસવર્ડના ભરોસે થવા લાગી. બેંક અકાઉન્ટ, લોકર અને ઘરની સિક્યોરિટી સિસ્ટમની જવાબદારી પણ આ ‘વર્ચ્યુઅલ કી’ના માથે આવી ગઈ. હવે આ જ ટેક્નોલોજી કંપનીઓ જૂના જમાનાની ચાવી પર ભરોસો કરવા જઈ રહી છે તો તમે શું કહેશો?
ચાવીની ખરીદી કરવાની રહેશે
તાજેતરમાં જ દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્ક કંપની ફેસબુકે જાહેરાત કરી છે કે ડેટા સુરક્ષા વધુ સારી બને તે માટે આગામી વર્ષે દુનિયાભરના યુઝરને ફિઝિકલ સેફ્ટી કી આપવામાં આવશે. ફેસબુકની સુરક્ષા નીતિના પ્રમુખ નથાનિએલ ગ્લીઈકરના જણાવ્યા પ્રમાણે, યુઝર વિભિન્ન રિટેલર્સ પાસેથી આ ટોકન અથવા ફિઝિકલ કી ખરીદી શકશે. તેની ખરીદી ઓનલાઈન પણ કરી શકાશે. ફેસબુક સાથે રજિસ્ટર કરવા પર તેનો ઉપયોગ કરી શકાશે.
હેકર્સથી બચાવશે આ ચાવી
ફેસબુકે જણાવ્યું કે હેકર્સ સોશિયલ મીડિયા યુઝર્સનો ડેટા ચોરી કરે છે. તમે કોઈ મોટી કંપનીના CEO કે મોટા નેતા નથી તેનો અર્થ એ નથી કે તમારો ડેટા મહત્ત્વનો નથી કે પછી તમે ટાર્ગેટ નથી. હેકર્સથી બચવા માટે ફેસબુક અત્યાર સુધી પ્રોટેક્શન માટે ટુ સ્ટેપ વેરિફિકેશન પ્રક્રિયાનો ઉપયોગ કરતી હતી.
ફેસબુકનું માનવું છે કે સિક્યોરિટી કીનો ઉપયોગ યુઝર્સ કરશે તો તે હેકર્સથી બચી શકે છે. જો હેકર્સ પાસવર્ડ ક્રેક કરી લો તો પણ તેના અકાઉન્ટની સેફ્ટી રહેશે. અત્યાર સુધી આવી કી અમેરિકન નેતાઓ, સરકારી એજન્સીઓ અને મતદાન કર્મીઓ જેવા હાઈ પ્રોફાઈલ અકાઉન્ટ માટે ઉપલબ્ધ કરવામાં આવતી હતી. હવે આગામી વર્ષે દુનિયાભરના સામાન્ય યુઝર પણ મોબાઈલ એપ અને ડેસ્કટોપ પર લોગઈન કરતાં પહેલાં આઈન્ડેન્ટિટી વેરિફિકેશન માટે ‘ફિઝિકલ સેફ્ટી કી’નો ઉપયોગ કરી શકે છે.
કેવી હશે ફિઝિકલ સેફ્ટી કી
આ ફિઝિકલ સેફ્ટી કી પેન ડ્રાઈવ જેવી હશે. તેને USB પોર્ટમાં કનેક્ટ કરવાની રહેશે. ગૂગલે સૌ પ્રથમ ‘USB સિક્યોરિટી કી’ વર્ષ 2014માં લોન્ચ કરી હતી. ફેસબુકની ‘ફિઝિકલ સેફ્ટી કી’ની કિંમત વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.