તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • On The Help Section Of Facebook, Instagram, The Option Of Memorial, Legacy Contact Will Get The Option To Change The Profile Photo.

યાદગીરી સિક્યોર કરો:યુઝરના મૃત્યુ પછી પણ તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટનો ઉપયોગ કરી શકાય છે, આ સ્ટેપ્સ ફોલો કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ જમાનામાં સોશિયલ મીડિયા પર ડિજિટલ ડેટાની કોઈ સીમા નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા મૃત્યુ પછી તમારા ડિજિટલ ડેટાનું શું થશે? સોશિયલ મીડિયા યુઝર્સની એવી અનેક પોસ્ટ અને સ્ટોરીઝ હોય છે જે ફેમિલી સાથે સંબંધ રાખતી હોય છે. તે એક રીતે ફેમિલી આલ્બમનું કામ કરે છે.

હવે સવાલ એ છે કે તમારાં સોશિયલ મીડિયા અકાઉન્ટ સુધી પરિવારજન કેવી રીતે પહોંચશે? ડિજિટલ ડેટાનો ખોટી રીતે ઉપયોગ ન થાય તે માટે આમ કરવું જરૂરી છે. સોશિયલ મીડિયામાં સેટિંગની મદદથી તમે સોશિયલ મીડિયા અકાઉન્ટ તમારા પરિવારજનને સોંપી શકો છો.

મેમોરિયલ અકાઉન્ટ બનાવવાનો ઓપ્શન
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં એક ફોર્મ ભરવાનું હોય છે. તેમાં યુઝરના મૃત્યુની માહિતી આપવાની હોય છે. તેનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સની પ્રોઈફાઈલને મેમોરિયલ અકાઉન્ટમાં પરિવર્તિત કરી શકાય છે. ફેસબુકમાં યુઝરના નામમાં રિમેમ્બરિંગ શબ્દ ઉમેરાય છે. જ્યારે યુઝરને ટાઈમલાઈનમાં ટેગ કરતી પોસ્ટ પણ દેખાશે. બર્થ ડેનું નોટિફિકેશન અન્ય યુઝર્સને નહિ જાય. ન તો ફ્રેન્ડ સજેશનનું નામ જોવા મળશે. તો ઈન્સ્ટાગ્રામ પર મેમોરિયલ અકાઉન્ટમાં કોઈ ફેરફાર થતો નથી. ફેસબુક પર લિગેસી કોન્ટેક્ટનો ઓપ્શન મળે છે.

અકાઉન્ટ બંધ કરવાનો ઓપ્શન
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના હેલ્પ સેક્શનમાં આ ઓપ્શન હોય છે. તેમાં સૌ પ્રથમ યુઝરના મૃત્યુની સૂચના આપવાની હોય છે. તેના માટે એક ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ પર મૃત્યુ પામનારના પરિવારજને તેનું નામ, ઈમેલ, મૃત્યુ પામનારનું નામ, તેનું યુઝરનેમ, તેની લિંક, મૃત્યુ દિવસ અને મરણ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. આ માહિતી વેરિફાય થશે ત્યારબાદ અકાઉન્ટ બંધ કરવામાં આવશે.

લિગેસી અકાઉન્ટ
જો મૃત્યુ પામ્યા બાદ પણ અકાઉન્ટ એક્ટિવ રાખવાનો ઓપ્શન પસંદ કરવો હોય તો ફેસબુક પર લિગેસી કોન્ટેક્ટનો ઓપ્શન મળે છે. મૃત્યુની માહિતી મળવા પર આ પ્લેટફોર્મ અકાઉન્ટને મેમોરિયલ અકાઉન્ટમાં પરિવર્તિત કરી નાખશે અને લિગેસી કોન્ટેક્ટને તમારું અકાઉન્ટ સોંપી દેશે. જોકે તેમને પણ લિમિટેડ એક્સેસ જ મળશે. તેમાં પ્રોફાઈલ અને કવર ફોટો બદલી શકાશે. યુઝરના છેલ્લા મેસેજને પિન કરી શકાશે.

યુઝરના મૃત્યુ બાદ લિગેસી કોન્ટેક્ટનો ઓપ્શન મળતો નથી
યુઝરનો લિગેસી કોન્ટેક્ટ એ જ યુઝર બની શકે છે જેની અગાઉથી પસંદગી થયેલી હોય. યુઝરના મૃત્યુ બાદ તેનાં અકાઉન્ટમાં લિગેસી કોન્ટેક્ટનો ઓપ્શન મળતો નથી. આ સ્થિતિમાં તેમના પરિવારજન અકાઉન્ટને મેમોરિયલ બનાવી શકે છે અથવા ડિલીટ કરવાનો ઓપ્શન પંસદ કરી શકે છે.