સ્નેપચેટ બનાવનાર અમેરિકાની કંપની સ્નેપ ઈંક ભારતમાં 1 જૂલાઈએ તેના 2 સ્પેક્ટેકલ્સ 2 અને સ્પેક્ટેકલ્સ 3સ્માર્ટસનગ્લાસ લોન્ચ કરશે. કંપનીની વેબસાઈટ પર તેનું લિસ્ટિંગ થયું છે. સ્પેક્ટેકલ્સ 2ની કિંમત 14,999 રૂપિયા અને સ્પેક્ટેકલ્સ 3ની કિંમત 29,999 રૂપિયા છે.
ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકાશે
બંને સ્માર્ટ સનગ્લાસિસની ખરીદી ગ્રાહકો ફ્લિપકાર્ટ પરથી કરી શકશે. આ બંને સ્માર્ટ સનગ્લાસ અગાઉ ગ્લોબલી વર્ષ 2018 અને 2019માં લોન્ચ થઈ ચૂક્યા છે.
બિલ્ટ ઈન કેમેરાથી વીડિયો સ્નેપચેટ પર અપલોડ થશે
આ સ્માર્ટ સનગ્લાસની ખાસિયત એ છે કે તેમાં એક બિલ્ટ ઈન કેમેરા છે. આ કેમેરાથી યુઝર ફોટો અને વીડયો કેપ્ચર કરી ડાયરેક્ટ તેનાં સ્નેપચેટ અકાઉન્ટ પર અપલોડ કરી શકે છે. યુઝર એપનાં માધ્યમથી આ ડેટા સિન્ક કરી શકશે. તે 4 GB ડેટા સાથે આવે છે. તેમાં 100 વીડિયો અને 1200 ફોટો સ્ટોર કરી શકાય છે. આ સનગ્લાસને ચાર્જ પણ કરવા પડે છે. તે 75 મિનિટમાં ફુલ ચાર્જ થાય છે.
સ્પેક્ટેકલ્સ 3માં સેકન્ડરી HD કેમેરા
સ્પેક્ટેકલ્સ 3માં કંપનીએ અલગથી એક સેકન્ડરી HD કેમેરા આપ્યો છે. તે ડેપ્થ સેન્સર છે. કંપની 3D ઈફેકટ પણ ઓફર કરે છે.
સ્પેક્ટેકલ્સ 3નાં કાર્બન અને મિનરલ કલર વેરિઅન્ટ જ્યારે સ્પેક્ટેકલ્સ 2નાં ઓનિક્સ ઈક્લિપ્સ, રૂબી સનસેટ અને સપ્પાયર મિડનાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. આ સ્માર્ટ સનગ્લાસને સૂર્યપ્રકાશથી આંખોનું રક્ષણ આપવા માટે એડ્જસ્ટેબલ ટિપ્સ અને ટિંટેડ ગ્લાસ સાથે સ્ટીલ ફ્રેમથી ડિઝાઈન કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.