તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • On January 5, The Mi 10i Smartphone Will Be Launched In The First Quarter Of 2021, OnePlus Band, Know What Will Be Special

ન્યૂ યર ગેજેટ્સ:5 જાન્યુઆરીએ Mi 10i સ્માર્ટફોન તો પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ થશે વનપ્લસ બેન્ડ; જાણો સ્પેસિફિકેશન અને ફીચર્સની વિગતો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Mi 10iમાં iનો અર્થ ઈન્ડિયા છે, તેને ખાસ ભારત માટે ડેવલપ કરાયો છે
  • વનપ્લસ બેન્ડ માર્કેટમાં હાલના Mi સ્માર્ટ બેન્ડ 5ને ટક્કર આપશે

નવા વર્ષે નવા ગેજેટ્સ માટે ટેક કંપનીઓ તૈયારી કરી રહી છે. લિસ્ટમાં શાઓમીનો ફોટોગ્રાફી ફોકસ્ડ સ્માર્ટફોન Mi 10i અને વનપ્લસનો ફિટનેસ બેન્ડ પણ સામેલ છે. શાઓમી 5 જાન્યુઆરીએ તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 10i લોન્ચ કરી શકે છે તો વનપ્લસ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં તેનો ફિટનેસ બેન્ડ લોન્ચ કરી શકે છે. આ બંને ગેજેટ્સ કયા સ્પેસિફિકેશન અને ફીચર્સ સાથે લોન્ચ થશે આવો જાણીએ...

1. Mi 10i સ્માર્ટફોન

  • શાઓમી ઈન્ડિયાના હેડ મનુ જૈને એક વીડિયો ટીઝર રીલિઝ કરી Mi 10iનું લોન્ચિંગ 5 જાન્યુઆરીએ થશે તેની પુષ્ટિ કરી છે. આ ફોન ગત મહિને ચીનમાં લોન્ચ થયેલા રેડમી નોટ 9 પ્રો 5Gનું રીબ્રાન્ડેડ વર્ઝન છે તેવી પણ વાતો વહેતી થઈ છે.
  • Mi 10iમાં iનો અર્થ ઈન્ડિયા છે. અર્થાત તેને ખાસ કરીને ભારતીયો માટે ડેવલપ કરવામાં આવ્યો છે. ફોનમાં 8GBની રેમ અને અનેક કલર વેરિઅન્ટ મળી શકે છે.

Mi 10i: સ્માર્ટફોનની હાઈલાઈટ્સ

  • કંપનીના ટીઝર પરથી એ વાત સ્પષ્ટ થઈ છે કે આ અપકમિંગ સ્માર્ટફોનમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. ફોનમાં કુલ 4 રિઅર કેમેરા મળશે.
  • ફોનનાં 6GB અને 8GB રેમ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. બંનેમાં 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળી શકે છે.
  • ફોનનાં બ્લૂ, બ્લેક, ગ્રેડિઅન્ટ ઓરેન્જ અને ગ્રેડિઅન્ટ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

2. વનપ્લસ ફિટનેસ બેન્ડ

  • એન્ડ્રોઈડ સેન્ટ્રલના એક રિપોર્ટ પ્રમાણે, વનપ્લસ એક ફિટનેસ બેન્ડ પર કામ કરી રહી છે, જેને ભારતમાં 2021ના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કંપની તેને પ્રથમ વિયરેબલ પ્રોડક્ટ તરીકે લોન્ચ કરશે. જોકે કંપની સ્માર્ટવોચ પર પણ કામ કરી રહી છે.
  • આ બજેટ ફિટનેસ બેન્ડ હશે જે Mi સ્માર્ટ બેન્ડ 5ને ટક્કર આપશે. તેની લોન્ચિંગ કિંમત 3000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

વનપ્લસ ફિટનેસ બેન્ડની હાઈલાઈટ્સ

  • એન્ડ્રોઈડ સેન્ટ્રલના એક રિપોર્ટ પ્રમાણે, વનપ્લસ બેન્ડ અને Mi બેન્ડ 5માં ઘણા ફીચર્સ એકજેવાં હશે. તે વોટર રેઝિસ્ટન્સ અને AMOLED ડિસ્પ્લે સાથે આવી શકે છે.
  • કંપની તેમાં ઈન્ટરચેન્જેબલ સ્ટ્રિપ્સની સુવિધા આપી શકે છે. તેનાં ઘણાં કલર વેરિઅન્ટ્સ લોન્ચ થઈ શકે છે.
  • આ બેન્ડ કંપની ફેબ્રુઆરીમાં લોન્ચ થનારી વનપ્લસ 9 સિરીઝના કેટલાક અઠવાડિયાં પહેલાં લોન્ચ કરી શકે છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે વનપ્લસ 9 સિરીઝ માર્ચ મહિનામાં ડેબ્યુ કરી શકે છે સાથે કંપની સ્માર્ટવોચ પણ લોન્ચ કરશે.
અન્ય સમાચારો પણ છે...