ટેક ન્યુઝ:Xiaomi આ ડિવાઈસીસમાં મફત યુટ્યુબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન આપશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક Xiaomi એ યુટ્યુબ સાથેની ભાગીદારીની જાહેરાત કરી છે, જેમાં પસંદગીના વર્તમાન ડિવાઈસીસ પર યુઝર્સને યુટ્યુબ પ્રીમિયમ ત્રણ મહિના સુધી વિના મૂલ્યે આપવામાં આવશે. યુટ્યુબ પ્રીમિયમમાં યુટ્યુબ મ્યુઝિક પ્રીમિયમના સબ્સ્ક્રિપ્શનનો પણ સમાવેશ થાય છે કે, જ્યાં 80 મિલિયનથી વધુ યુઝર્સ ગીતો ઉપરાંત લાઇવ પર્ફોમન્સ, કવર્સ અને રીમિક્સ સાંભળી શકે છે અને જાહેરાત-મુક્ત એક્સેસ મેળવી શકે છે. ગ્રાહકો 6 જૂન, 2022થી Xiaomi અને Redmi ડિવાઈસીસ પર આ યુટ્યુબ પ્રીમિયમ ઓફરને રિડીમ કરી શકે છે, જે 31 જાન્યુઆરી, 2023 સુધી માન્ય રહેશે. તેઓ પ્રીલોડેડ યુટ્યુબ એપ્લિકેશન ખોલીને અને સૂચનાઓનું પાલન કરીને અથવા youtube.com/premium મુલાકાત લઈને તેને રિડીમ કરી શકે છે. આ ઓફર એવા ઉપકરણો પર ઉપલબ્ધ થશે જે 1 ફેબ્રુઆરી 2022 પછી એક્ટિવ થયા છે.

Xiaomi India ના ચીફ માર્કેટિંગ ઓફિસર અનુજ શર્માએ જણાવ્યું હતું કે, દરેક પસાર થતાં દિવસ સાથે કન્ટેન્ટનો યુઝ વધી રહ્યો છે. અમારું માનવું છે કે, ગ્રાહકો ગુણવત્તાયુક્ત કન્ટેન્ટને અવિરત રીતે અનુભવવા માંગે છે. અમે યુટ્યુબ સાથે ભાગીદારી કરવામાં ખુશ છીએ અને Xiaomi ના ગ્રાહકોને કોઈપણ અવરોધ વિના તેમનું મનપસંદ કન્ટેન્ટ જોવાની તક આપીએ છીએ. અમને આશા છે કે, આ યુટ્યુબ અને Xiaomi વચ્ચેના લાંબા ગાળાના સંબંધોની શરૂઆત હશે, જે આખરે અમારા યુઝર્સને ફાયદો કરશે.

Xiaomi એ આ ઓફર માટે યોગ્ય સ્માર્ટફોન/પેડની યાદી જાહેર કરી છે
આ યાદીમાં સામેલ Xiaomi 12 Pro, Xiaomi 11i, Xiaomi 11i Hypercharge, Xiaomi 11T Pro જેવા મોડેલ પર 3 મહિના માટે અને Xiaomi Pad 5, Redmi Note 11 Pro+, Redmi Note 11 Pro, Redmi Note 11, Redmi Note 11T, Redmi Note 11S જેવા મોડેલ પર 2 મહિના માટે મફત યુટ્યુબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની સુવિધા મળશે.