દિગ્ગજ ટેક બ્રાન્ડ નથિંગે આજે (બુધવાર, 22 માર્ચ) ભારતની સાથે ગ્લોબલ માર્કેટમાં ટ્રાન્સપરન્ટ ડિઝાઈન સાથએ નથિંગ ઈયર-2 લોન્ચ કરી દીધો છે. નથિંગનાં આ બીજા ઈયરબડ્સ છે, આ પહેલા કંપનીએ ગયા વર્ષે નથિંગ ઈયર 1 લોન્ચ કર્યું હતું, કંપની જેના 6 લાખ યૂનિટ્સ વેચી ચૂકી છે.
ધ નથિંગ ઈયર (2) ડ્યુઅલ-પેયરિંગ, ક્લિયર વોઈસ ટેક્નોલોજીની સાથે આવે છે. નથિંગ (Nothing)નો દાવો છે કે, તે ઈયરબડ્સ 40dB સુધી નોઈસ રિડક્શનની સાથે અત્યાર સુધીનાં કંપનીનાં બેસ્ટ ઈયરબડ્સ છે. કંપનીની ઈયરબડની ભારતીય માર્કેટમાં કિંમત ₹9,999 રાખી છે. આ ફ્લિપકાર્ટ, મિન્ટ્રા અને પસંદીદા ઓફલાઈન સ્ટોર્સ પર 28 માર્ચ બપોરનાં 12 વાગ્યાથી ઉપલબ્ધ થશે.
નથિંગ ઈયર-2માં 36 કલાક મોકલશે પ્લેબેક ટાઈમ
નથિંગ ઈયર-2 એક્ટિવ નોઈસ કેન્સલેશન અને IP54 રેટિંગની સાથે આવે છે. તેની સાથે જ તે LHDC Audio 5.0ને પણ સપોર્ટ કરે છે, જેના કારણે તેના યૂઝર્સને સારી એવી સાઉન્ડ ક્વોલિટી મળશે. તે સિવાય એકવાર ચાર્જ કરવા પર તે ઈયરબડ 6 કલાક અને ચાર્જિંગ કેસની સાથે 36 કલાકનો પ્લેબેક ટાઈમ પૂરો પાડશે.
નથિંગ ઈયર-2નાં ફીચર્સ
નથિંગ ઈયર (2) સંપૂર્ણપણે વાયરલેસ છે, તેમાં અનેક અપગ્રેડ્સ કરવામાં આવ્યા છે. હાઈ ક્વોલિટી સાઉન્ડ માટે તેમાં હાઈ-રેસ ઓડિયો સર્ટિફિકેશન આપવામાં આવ્યુ છે., જેમાં LHDC 5.0 સપોર્ટ મળે છે. તેની સાથે જ તેમાં યૂઝર્સને હિયરિંગ IDની સાથે એક પર્સનલ સાઉન્ડ પ્રોફાઈલ બનાવવાનો વિકલ્પ પણ મળશે.
ઈયર (2) અડેપ્ટિવ મોડ રિયલ ટાઈમમાં તમારી આજુબાજુનાં અવાજનાં આધાર પર ઓટોમેટિકલી અડજસ્ટ કરે છે. તેમાં એક કસ્ટમ ડાયફ્રામની સાથે 1.6mm ડાયનેમિક ડ્રાઈવર છે અને પોલીયુરેથેન અને ગ્રેફીન મટીરિયલને રિડિઝાઈન કર્યું છે. તેમાં રીચ હાઈ ફ્રિક્વન્સી, ડીપર અને સોફ્ટવેર બેઝ મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.