• Gujarati News
  • Utility
  • Gadgets
  • Now Your WhatsApp Account Can Be Connected To Up To 4 Devices Simultaneously Without The Hassle Of Internet, Even If It Is Not Linked To A Smartphone.

ન્યૂ ફીચર:હવે ઈન્ટરનેટની માથાકૂટ વગર તમારું વ્હોટ્સએપ અકાઉન્ટ એકસાથે 4 ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાશે, સ્માર્ટફોન સાથે લિંક ન હોય તો પણ ફિકર નોટ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી સ્માર્ટફોન ઓન હોય અને ઈન્ટરનેટ કનેક્શન હોય તો જ બીજા ડિવાઈસ સાથે વ્હોટ્સએપ અકાઉન્ટ કનેક્ટ કરી શકાતું હતું
  • હવે નવી અપડેટમાં યુઝર મોબાઈલ સાથે લિંક ન હોય તો પણ અન્ય ડિવાઈસમાં વ્હોટ્સએપ અકાઉન્ટ એક્સેસ કરી શકશે

ફાઈનલી વ્હોટ્સએપે તેનું મોસ્ટ અવેઈટેડ ફીચર 'મલ્ટિપલ લોગ ઈન' લોન્ચ કરી દીધું છે. હાલ આ ફીચર બીટા વર્ઝન માટે લોન્ચ કરાયું છે. હવે યુઝર તેમનાં સિંગલ વ્હોટ્સએપ અકાઉન્ટને 4 અલગ અલગ ડિવાઈસ પર એક્સેસ કરી શકશે. અર્થાત તે ફોન સાથે લેપટોપ, ડેસ્કટોપ અને ટેબ્લેટ પર એક જ સમયે લોગ ઈન કરી શકશે.

અત્યાર સુધી વ્હોટ્સએપ અકાઉન્ટ એવા ડિવાઈસ પર ત્યારે જ ઓન થતું હતું જ્યારે તમારો સ્માર્ટફોન ઓન હોય અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોય. આ નવી અપડેટમાં તેની કોઈ માથાકૂટ નહિ રહે. હવે સ્માર્ટફોનની તમે મલ્ટિ ડિવાઈસ લોગ ઈન કરી શકશો. આ ફીચરમાં તમામ ડિવાઈસમાં મેસેજ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ જ રહેશે. એક ડિવાઈસની ઈફેક્ટ તમામ પર જોવા મળશે. અર્થાત કોઈ એક ડિવાઈસ પરથી જો કોઈ ચેટમાંથી ડિલીટ કરવામાં આવે તો અન્ય 3 ડિવાઈસમાંથી પણ આ મેસેજ ડિલીટ થઈ જશે.

આ રીતે કામ કરે છે મલ્ટિપલ ફીચર

વ્હોટ્સએપના હેડ વિલ કેથકાર્ટે ટ્વીટ કરી આ ફીચરની માહિતી આપી છે. તેમાં મલ્ટિપલ કનેક્શનની જૂની અને નવી પ્રોસસ જણાવામાં આવી છે. મલ્ટિ ડિવાઈસ લોગ ઈન ફીચર માટે એન્ડ્રોઈડ અને iOS વ્હોટ્સએપ બીટા યુઝર્સે લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરેલી હોવી જોઈએ. ટૂંક સમયમાં કંપની તેને તમામ યુઝર્સ માટે લોન્ચ કરી શકે છે.

વ્હોટ્સએપ વેબ માટે નવું ફીચર
કંપનીએ આ ફીચર વ્હોટ્સએપ વેબ માટે રોલઆઉટ કર્યું છે. વ્યૂ વન્સ ફીચરને વ્હોટ્સએપ એપ વેબની અપડેટ 2.2126.11 સાથે ઓફર કરવામાં આવ્યું છે. આ બટન યુઝર્સને વેબ ક્લાઈન્ટથી મીડિયા કન્ટેન્ટ શેર કરતાં સમયે જોવા મળશે. આ ફીચર બીટા વર્ઝનમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.