તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ એક્સેસરી:હવે ચાલતાં ફરતાં તમારો આઈફોન ચાર્જ થશે, મેગ્નેટિક અટેચમેન્ટ બેટરી પર કામ કરી રહી છે એપલ

4 દિવસ પહેલા
  • આ ટેક્નોલોજી ડેવલપ કરવા માટે કંપનીને 1 વર્ષનો સમય લાગ્યો
  • બેટરી મેગસેફ સિસ્ટમનાં માધ્યમથી આઈફોનની બેક પર કનેક્ટ રહેશે

એપલ નવા આઈફોન્સ માટે મેગ્નેટકલી અટેચ બેટરી પેક પર કામ કરી રહી છે. આ એક્સેસરી હેડસેટને વાયરલેસ ચાર્જ કરશે. તેને લીધે કંપનીને વધુ એક આકર્ષક એડ ઓન પ્રોડક્ટ મળશે. રિપોર્ટ પ્રમાણે, એપલ એક વર્ષથી આ પ્રોડક્ટ ડેવલપ કરી રહી છે. તેને આગામી ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

આ બેટરી પેક કંપનીના મેગસેફ સિસ્ટમનો ઉપયોગ કરતાં બેટરી પેક આઈફોનની પાછળ અટેચ રહેશે. પ્રોજેક્ટથી જોડાયેલા એક વ્યક્તિ અનુસાર, બેટરી પેકના કેટલાક પ્રોટોટાઈપમાં એક સફેદ રબર બાહરની તરફ થશે. નવી એક્સેસરી આઈફોન્સની એપલ બેટરી એડ ઓનથી અલગ હશે. જે માત્ર એડિશનલ બેટરી લાઈફ પ્રદાન કરે છે અને પ્રોટેક્ટિવ કેસ રૂપે કામ નથી કરતી.

સોફ્ટવેરના ઈશ્યુને કારણે ડેવલપમેન્ટ ધીમું
ઈન્ટર્નલ ટેસ્ટિંગમાં મેગ્નેટિક અટેચમેન્ટ સિસ્ટમ ચાર્જિંગ યુનિટ કરતાં ઘણી સારી સાબિત થઈ, પરંતુ સોફ્ટવેર અને પેક ઓવરહિટિંગ જેવા મુદ્દાઓને કારણે તેનું ડેવલપમેન્ટ ધીમું થયું. તેથી ડેવલપમેન્ટમાં મોડું થઈ રહ્યું છે. જોકે એપલના પ્રવક્તાએ આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

2019માં એરપાવર મેટનું ડેવલપમેન્ટ બંધ કરવુ પડ્યું હતું
એપલનું હાર્ડવેર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ચાર્જિંગ સંબંધિત એક્સેસરીઝ લોન્ચ કરવા માટે સાવચેતી રાખી રહ્યું છે. કંપનીએ 2017માં એક એરપાવર મેટની જાહેરાત કરી હતી, જે એક સમયમાં એપલ વોચ, આઈફોન અને એરપોડ્સ ઈયરફોન ચાર્જ કરતું હતું, પરંતુ આ પ્રોડક્ટ ક્યારેય રિલીઝ ન થઈ. 2019માં ઓવરહિટિંગને કારણે તેનું ડેવલપમેન્ટ રદ્દ કરવામાં આવ્યું હતું.

એક્સેસરીઝ અને વિયરેબલ્સ એપલ માટે રેવેન્યૂ વધારવાના સ્ત્રોત છે. છેલ્લા ક્વાર્ટરમાં એરપોડ્સ, એપલ વોચ, હોમ સ્પીકર્સ અને સંબંધિત પ્રોડક્ટ્સથી આશરે 13 બિલિયન ડોલર અથવા કંપનીના કુલ સેલની 12% રેવેન્યૂ જનરેટ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો