હવે નહીં રહે ભાષાની સમસ્યા:હવે Gpay, Paytm અને PhonePeમાં તમારી મનપસંદ ભાષાનો કરી શકો છો ઉપયોગ, આ રહી સ્ટેપ-ટુ સ્ટેપ પ્રોસેસ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાકાળ બાદ લોકો કેશલેશ તરફ આગળ વધ્યા છે. આ માટે ઘણી એપ્લિકેશન પણ છે. આજે બહુ ઓછા લોકો હશે, જેમનાં ફોનમાં GPay, PhonePe અને Paytm નહિ હોય. આ એપથી તમે ગણતરીની મિનિટોમાં પૈસાની લેવડ-દેવડ કરી શકો છો. જો તમારા ફોનમાં આ એપ્લિકેશન હોય તો તમારે રોકડા પૈસા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની પણ જરૂર નહિ પડે. એપ પર હિન્દી અને અંગ્રેજી ભાષાની સાથે સાથે ઘણી સ્થાનિક ભાષાઓ પણ ઉપલબ્ધ છે. જો તમે તમારી સ્થાનિક ભાષામાં આ એપ્સનો ઉપયોગ કરવા માગતા હોવ તો નીચે તમને ભાષા બદલવાના પ્રોસેસર વિશેની માહિતી મળશે.

આવો... જાણીએ સ્ટેપ-ટુ સ્ટેપ પ્રોસેસ
Gpay યુઝર્સ આ રીતે ભાષા બદલી શકશે

 • સૌથી પહેલા ભાષા બદલવા માટે GPay એપ ખોલો
 • અને પ્રોફાઇલ પર ક્લિક કરીને આગળ વધો,
 • અહીં તમને સેટિંગનો વિકલ્પ જોવા મળશે. એના પર ટેપ કરો
 • આ પછી તમારી સ્ક્રીન પર ‘Personal info’નો વિકલ્પ હશે, એના પર ક્લિક કરો
 • આ બાદ તમને નીચે ‘Language’નો વિકલ્પ દેખાશે.
 • અહીંથી તમે તમારી પસંદ મુજબ ભાષા પસંદ કરી શકો છો.

Paytm યુઝર્સ માટે ભાષા બદલવાની આ રહી પ્રોસેસ

 • સૌથી પહેલા યુઝર્સે Paytm એપ ખોલવી પડશે
 • આ બાદ પ્રોફાઇલ પર જાઓ
 • નીચેની તરફ સ્ક્રોલ કરો અને પ્રોફાઇલ સેટિંગ્સ ટેબ પર ક્લિક કરો.
 • અહીં તમને ભાષા બદલવાનો વિકલ્પ મળશે, એના પર ટેપ કરો અને આગળ વધો
 • હવે તમારી પસંદની ભાષા પસંદ કરીને ‘Continue’ બટન પર ક્લિક કરો.
 • આ રીતે Paytm પર ભાષા બદલાઈ જશે.

PhonePe યુઝર્સ એપમાં આ રીતે બદલી શકે છે ભાષા

 • સૌથી પહેલા PhonePeને ઓપન કરો.
 • આ બાદ લેફ્ટ સાઇડમાં પ્રોફાઇલ વિકલ્પ પર ક્લિક કરો
 • નીચે સ્ક્રોલ કરો
 • હવે તમને ‘Settings and Preferences’ની ટેબ જોવા મળશે
 • ટેબ પર ક્લિક કરીને ‘Languages’નો વિકલ્પ પસંદ કરો
 • અહીંથી તમે તમારી ભાષાને પસંદ કરીને Continue’ બટન પર ક્લિક કરો.
 • આ રીતે PhonePeની ભાષા બદલાઈ જશે.