ગૂગલ કમ્પ્યુટર માટે નવુ ફિચર લઈને આવ્યું છે. આ ફિચરથી યુઝર્સ સરળતાથી ડેસ્કટોપને ગૂગલ ડ્રાઈવ સાથે સિંક કરી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આવનાર સપ્તાહમાં કમ્પ્યુટર યુઝર્સને ડેસ્કટોપ ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવશે. સાથે તેને સપ્ટેમ્બર 2021 સુધી સિંક કરવાની સલાહ આપવામાં આવશે. સપ્ટેમ્બર બાદ યુઝર્સને નોટિફિકેશન દેખાશે, જેમાં તેમને ફાઈલને સિંક કરવા માટે કહેવામાં આવશે.
ડેસ્કટોપની ડ્રાઈવ માટે યુઝર ડાયરેક્ટ મેક અથવા PC પર ક્લાઉડમાંથી ફાઈલો સુધી પહોંચી શકે છે. તે ડિસ્ક સ્પેસને ફ્રી કરે છે. તે સાથે તમારા નેટવર્ક બેન્ડવિડ્થને પણ બચાવે છે.
ડિસ્ક ફાઈલ ક્લાઉડમાં સ્ટોર થશે
કંપનીએ સોમવારે જણાવ્યું કે, ડિસ્ક ફાઈલ ક્લાઉડમાં સ્ટોર થઈ જાય છે. તેથી તમારા દ્વારા અથવા બીજા ડિવાઈસ પર કરવામાં આવેલા કોઈપણ ફેરફાર ઓટોમેટિક રીતે બધી જગ્યાએ અપડેટ થઈ જાય છે. તેનાથી હંમેશાં નવું વર્ઝન મળતું રહે છે.
ડેસ્કટોપની જેમ જ ડ્રાઈવ પર ફોલ્ડર મળશે
ડેસ્કટોપ માટે ડ્રાઈવ વિન્ડોઝ અને mac OS માટે એક એપ્લિકેશન છે જેનાથી યુઝર્સને સીધા તેમના ડેસ્કટોપથી ફાઈલ સુધી પહોંચી જાય છે. તેનાથી તેમને ફોલ્ડર સુધી પહોંચવામાં સરળતા રહે છે. યુઝર્સ જે પ્રકારે પોતાની ફાઈલ અને ફોટોને ડાયરેક્ટ પોતાના ડેસ્કટોપ પર એક્સેસ કરવાનું પસંદ કરે છે, તેવી જ રીતે ડ્રાઈવ પર ફોલ્ડર મળે છે.
ફાઈલોને સિંક કરવામાં ઓછો સમય લાગશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, ડેસ્કટોપ બેકગ્રાઉન્ડમાં પણ લોકલ ફાઈલોને ક્લાઉડમાં ઓટોમેટિક રૂપથી સિંક કરે છે. જેનાથી ફાઈલોને સિંક કરવામાં જે સમય લાગે છે જે ઓછો થઈ જાય છે. ગૂગલમાં પહેલાથી જ બેકઅપ અને સિંકની સાથે ડ્રાઈવ ફાઈલ સ્ટ્રીમ સુવિધા મળે છે. તેને બિઝનેસ યુઝર્સ માટે બનાવવામાં આવી હતી.
ગૂગલ ડ્રાઈવમાં ફોટો અને વીડિયો અપલોડ અને સિંક કરી શકાશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ બેકઅપ-સિંક અને ડ્રાઈવ ફાઈલ સ્ટ્રીમ બંનેમાંથી સારી અને સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી સુવિધા હશે. યુઝર હવે ગૂગલ ફોટો અથવા/ ગૂગલ ડ્રાઈવમાં ફોટો અને વીડિયોને અપલોડ અને સિંક કરી શકે છે. તે ઉપરાંત ફ્લેશ ડ્રાઈવ અને બાહ્ય હાર્ડ ડ્રાઈવ સહિત બાહ્ય સ્ટોરેજ ડિવાઈસને ક્લાઉડમાં સિંક કરી શકે છે.
ડેસ્કટોપમાં સિંક કરવાની પ્રોસેસ
જ્યારે પણ બેકઅપ અને સિંક ઓટો અપડેટ આવશે તો તમારા નવા વિન્ડોઝ અપડેટેડ કમ્પ્યુટરમાં નોટિફિકેશન આવી જશે. જેમાં ડ્રાઈવ ફોર ડેસ્કટોપ દેખાવાનું શરૂ થશે.
જો યુઝરની પાસે ઘણા બધા અકાઉન્ટ છે તો તેને તમામ માટે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે
1. આ ફિચર લોકલ અને ક્લાઉડ સ્ટોરથી સ્કેન કરીને ફાઈલને સિંક કરશે. તેમાં થોડી મિનિટથી લઈને ઘણા કલાકો પણ લાગી શકે છે. તે યુઝર્સની ફાઈલની સાઈઝ પર ડિપેન્ડ કરશે. જેને પ્રોગ્રેસ બાર પર જોઈ શકાય છે. યુઝર આ પ્રોસેસ દરમિયાન બીજું કામ કરી શકે છે. 2. જ્યારે સ્કેન પૂરું થઈ જાય તો તે પોતાની ફાઈલ્સને જોઈ શકે છે. તે ઉપરાંત તે ફાઈલને કેવી રીતે સિંક કરવા માગે છે તે પસંદ કરી શકે છે. 3.'My Drive' પર તે કયું ફોલ્ડર સિંક કરવા માગે છે, તે પસંદ કરી શકે છે. 4. તે સાથે ગૂગલ ફોટોનું બેકઅપ લઈ શકે છે 5. યુઝર્સ ડ્રાઈવને ડેસ્કટોપ માટે સિલેક્ટ કરી શકે છે, જે તેના દ્વારા સિંક કરવામાં આવેલી સિલેક્ટેડ ફાઈલના અનુસાર હશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.