વ્હોટ્સએપ ન્યુ ફીચર:હવે ચેટ લિસ્ટમાં જ સ્ટેટસ અપડેટ જોવા મળશે, ઇન્સ્ટાગ્રામની જેમ ડીપીથી સ્ટેટસ જોઇ શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રવર્તમાન સમયમાં વ્હોટ્સએપ નવા ​​​​​​​સ્ટેટસ અપડેટ પર કામ કરી રહ્યું છે. આ અપડેટ આવવાથી તમને ચેટ લિસ્ટમાંથી સીધા જ સ્ટેટસ અપડેટ જોવા મળશે. વ્હોટ્સએપ પર નવા ફીચર આવવાથી તમે તમારા કોન્ટેક્ટનું સ્ટેટસ ઝડપથી જોઈ શકશો. આ સિવાય વ્હોટ્સએપ પહેલાથી જ ડેસ્કટોપ યુઝર્સ માટે પોલ ફીચર પર કામ કરી રહ્યું છે. આની મદદથી ગ્રુપના સભ્યો કોઈપણ મુદ્દા પર મતદાન કરી શકશે. કયા વિકલ્પ પર કેટલા મત મળ્યા તે પણ તમે જાણી શકશો.

કોન્ટેક્ટના પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરવાથી અપડેટ્સ મળશે
વ્હોટ્સએપના ફીચરનો રિપોર્ટ કરનારી વેબસાઈટ WABetaInfo એ ચેટ લિસ્ટમાંથી સ્ટેટસ જોતા ફીચર અંગે માહિતી આપી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જ્યારે કોઇ વ્હોટ્સએપ યૂઝર પોતાના કોન્ટેક્ટની પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશે તો તેને તેમાં એક સ્ટેટસ અપડેટ પણ જોવા મળશે. વ્હોટ્સએપ પર આ ફીચર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવું હશે, કારણકે વ્હોટ્સએપ પર સ્ટેટસ ફીચર વર્ષ 2017થી ઉપલબ્ધ છે. તેના આવ્યા બાદ સ્ટેટસ જોવા માટે એક અલગ સ્ટેટસ ટેબ મળવાનું શરૂ થયું.

WABetaInfo એ સ્ટેટ્સ અપડેટ સુવિધા વિશે ઘણા સ્ક્રીનશોટ શેર કર્યા છે. જેમાં ચેટ લિસ્ટમાંથી સ્ટેટસ કેવી રીતે દેખાશે? તે પણ જણાવવામાં આવ્યું છે. આ અપડેટ એન્ડ્રોઇડ અને IOS બંને યુઝર્સ માટે હશે. વ્હોટ્સએપ સ્ટેટસ ફીચર પર ક્વિક રિએક્શન ફીચર પણ જોવા મળ્યું છે. આના દ્વારા યૂઝર્સ અલગ-અલગ પ્રકારના ઇમોજીસ સાથે રિપ્લાય આપી શકશે.

ગ્રુપ પોલિંગ સુવિધાનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે
માર્ચમાં IOS માટે ગ્રુપ પોલના ટેસ્ટિંગનું ફીચર વ્હોટ્સએપ પર જોવા મળ્યું હતું. ગયા મહિને તેના કેટલાક સ્ક્રીનશોટ પણ સામે આવ્યા હતા. વ્હોટ્સએપ ગ્રુપ ક્યારે પોલ ફીચર લોન્ચ કરશે તેની કન્ફર્મ ડેટ હજુ સુધી સામે આવી નથી. આવનારા ફીચરની હિસ્ટ્રી પર નજર કરવામાં આવે તો વ્હોટ્સએપ બીટા એક ફીચરને લાવતાં પહેલા તેનું ટેસ્ટ કરે છે.

આવનારા અપડેટમાં આ ફીચર પણ લિસ્ટમાં સામેલ
WABetaInfoને સાઇટના બીટા એડિશનમાં મળેલી સ્ક્રીન મુજબ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને એક જ એકાઉન્ટથી મલ્ટીપલ ફોન અથવા ફોન અને ટેબ્લેટ્સ પર ચેટ કરવાની સુવિધા આપશે. સ્ક્રીન તમારા મુખ્ય ફોન સાથે કોડ સ્કેન કરીને તમે 'સાથી' તરીકે ઉપયોગ કરશો. તે ડિવાઇસને રજિસ્ટર કરવા માટે સૂચનાઓ આપશે. અત્યાર સુધી વ્હોટ્સએપ ડેસ્કટોપ ક્લાયન્ટ્સ અથવા વેબ બ્રાઉઝર્સ દ્વારા જ ચલાવી શકાતું હતું.