યુઝરનો એક્સપિરિઅન્સ વધારવા માટે વ્હોટ્સએપે નવી અપડેટ રિલીઝ કરી છે. આ અપડેટ બાદ યુઝર પોતાનાં અકાઉન્ટને મલ્ટિપલ ડિવાઈસમાં એક્સેસ કરી શકશે. કંપનીએ મલ્ટિ ડિવાઈસ ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી તમે એક સાથે એકથી વધારે ડિવાઈસ પર વ્હોટ્સએપ અકાઉન્ટનો એક્સેસ કરી શકો છો.
આ ફીચરની મદદથી તમે વ્હોટ્સએપ અકાઉન્ટ તમારા સ્માર્ટફોન સાથે લેપટોપ, ટેબ્લેટ સહિત અન્ય ડિવાઈસ પર એક્સેસ કરી શકશો. આટલું જ નહિ આ અકાઉન્ટમાં લોગઈન કર્યા બાદ ઈન્ટરનેટની જરૂર નહિ રહે. નવું ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને માટે રોલઆઉટ થયું છે.
ઈન્ટરનેટ વગર વ્હોટ્સએપની મજા
પહેલાં web.whatsapp.com પર ડેસ્કટોપથી લોગઈન કર્યા બાદ ડિવાઈસમાં ઈન્ટરનેટ હોય તે જરૂરી હતું. જોકે હવે પ્રાઈમરી ડિવાઈસ વગર અન્ય ડિવાઈસ પર અકાઉન્ટ એક્સેસ કરી શકાશે. વેબ યુઝર્સ સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ મેસેજ સેન્ડ અને રિસીવ કરી શકશે. જોકે તેના માટે યુઝરે બીટા પ્રોગ્રામમાં સામેલ થવું પડશે.
web.whatsapp.com પર લોગઈનની પ્રોસેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.