• Gujarati News
  • Utility
  • Gadgets
  • Now You Can Login To Your WhatsApp Account On Multiple Devices At Once, You Can Have Fun Even Without Internet

ન્યૂ ફીચર:હવે એક સાથે મલ્ટિપલ ડિવાઈસ પર વ્હોટ્સએપ અકાઉન્ટ લોગઈન થશે, ઈન્ટરનેટ વગર પણ મજા માણી શકાશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવું ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને માટે રોલઆઉટ થયું

યુઝરનો એક્સપિરિઅન્સ વધારવા માટે વ્હોટ્સએપે નવી અપડેટ રિલીઝ કરી છે. આ અપડેટ બાદ યુઝર પોતાનાં અકાઉન્ટને મલ્ટિપલ ડિવાઈસમાં એક્સેસ કરી શકશે. કંપનીએ મલ્ટિ ડિવાઈસ ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી તમે એક સાથે એકથી વધારે ડિવાઈસ પર વ્હોટ્સએપ અકાઉન્ટનો એક્સેસ કરી શકો છો.

આ ફીચરની મદદથી તમે વ્હોટ્સએપ અકાઉન્ટ તમારા સ્માર્ટફોન સાથે લેપટોપ, ટેબ્લેટ સહિત અન્ય ડિવાઈસ પર એક્સેસ કરી શકશો. આટલું જ નહિ આ અકાઉન્ટમાં લોગઈન કર્યા બાદ ઈન્ટરનેટની જરૂર નહિ રહે. નવું ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને માટે રોલઆઉટ થયું છે.

ઈન્ટરનેટ વગર વ્હોટ્સએપની મજા
પહેલાં web.whatsapp.com પર ડેસ્કટોપથી લોગઈન કર્યા બાદ ડિવાઈસમાં ઈન્ટરનેટ હોય તે જરૂરી હતું. જોકે હવે પ્રાઈમરી ડિવાઈસ વગર અન્ય ડિવાઈસ પર અકાઉન્ટ એક્સેસ કરી શકાશે. વેબ યુઝર્સ સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ મેસેજ સેન્ડ અને રિસીવ કરી શકશે. જોકે તેના માટે યુઝરે બીટા પ્રોગ્રામમાં સામેલ થવું પડશે.

web.whatsapp.com પર લોગઈનની પ્રોસેસ

  • વ્હોટ્સએપનાં સેટિંગમાં Linked Devices પર મલ્ટિ ડિવાઈસ પર બીટા ઓપ્શન હોવો જોઈએ.
  • હવે Link A Device પર ટેપ કરો. આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ કેમેરા ઓપન થશે.
  • હવે જે ડિવાઈસ પર વ્હોટ્સએપ ઓપન કરવાનું હોય તેમાં web.whatsapp.com ઓપન કરો.
  • અહીં તમને એક QR કોડ જોવા મળશે. તેને તમારા કેમેરાથી સ્કેન કરો.
  • સ્કેન કર્યા બાદ વ્હોટ્સએપ અકાઉન્ટ તે ડિવાઈસ પર લોગઈન થઈ જશે.
  • આ રીતે તમે અન્ય ડિવાઈસ પર પણ વ્હોટ્સએપ અકાઉન્ટ ઓપન કરી શકો છો.