એરટેલના પ્લાનમાં ભાવવધારો:હવે સસ્તા પ્લાન અને સ્પીડમાં કઈ ટેલિકોમ કંપની શ્રેષ્ઠ? મોબાઈલ નંબર પોર્ટ કરાવાની પ્રોસેસ જાણી લો

નરેન્દ્ર ઝિજોતિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરટેલનો વાર્ષિક પ્લાન જિયોના વાર્ષિક કરતાં 600 રૂપિયા અને Vi કરતાં 300 રૂપિયા મોંઘો છે

જો તમે એરટેલના ગ્રાહક છો તો તમારે હવે વધારે પૈસા ખર્ચવા પડશે. કંપનીએ તેના તમામ પ્રીપેઈડ પ્લાન્સમાં ભાવવધારો ઝીંક્યો છે. આ નવી કિંમતો 4 દિવસ પછી 26 નવેમ્બરે લાગુ થશે. 20 રૂપિયાથી લઈને મેક્સિમમ 501 રૂપિયા સુધી પ્લાનમાં ભાવવધારો અમલી થશે. એરટેલની હરોળમાં જિયો અને Vi પણ તેના પ્લાન મોંઘા કરી શકે છે. નવી કિંમત બાદ એરટેલના પ્લાન કરતાં જિયો અને Viના પ્લાન સસ્તા છે. એરટેલ આ બંને કંપની કરતાં ઈન્ટરનેટ સ્પીડમાં પાછળ હોવા છતાં તેણે કિંમત વધારી છે.

જૂના અને નવા પ્લાન વચ્ચેનું અંતર સમજો

એરટેલ VS જિયો VS Vi

એરટેલ, જિયો અને Viના પ્લાનની સરખામણીમાં એરટેલના પ્લાન સૌથી મોંઘા છે. એરટેલની સરખામણીએ જિયોનો પ્લાન 24 રૂપિયા અને Viની સરખામણીએ 20 રૂપિયા સસ્તા છે. એરટેલનો વાર્ષિક પ્લાન જિયોના વાર્ષિક કરતાં 600 રૂપિયા અને Vi કરતાં 300 રૂપિયા મોંઘો છે.

ડાઉનલોડ અને અપલોડ સ્પીડમાં એરટેલ પાછળ

એરટેલ તેના કોમ્પિટિટર કરતાં સ્પીડમાં ઘણી પાછળ છે. રિલાયન્સ જિયોએ ડાઉનલોડ સ્પીડમાં તો Viએ અપલોડ સ્પીડમાં બાજી મારી છે. એરટેલ આ કોમ્પિટિશનમાં ત્રીજા નંબરે છે. ઓક્ટોબરમાં જિયોની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 21.90Mbps હતી તો Viની ડાઉનલોડ સ્પીડ15.6 Mbps હતી. એરટલની 4G ડાઉનલોડ સ્પીડ 13.2 Mbps હતી.

ઓક્ટોબર મહિનામાં 4G અપલોડ સ્પીડમાં Viએ 7.6 Mbpsના આંકડા સાથે બાજી મારી છે. રિલાયન્સ જિયોની અપલોડ સ્પીડ 6.4 Mbps જ્યારે એરટેલની અપલોડ સ્પીડ 5.2 Mbps છે.

નંબર પોર્ટ કરાવાની પ્રોસેસ
એરટેલના પ્લાન મોંઘા થયા બાદ જો તમે અન્ય કંપની પર નંબર પોર્ટ કરાવાનો વિચાર કરી રહ્યા છો તો આ સ્ટેપ્સ ફોલો કરો...

  • નંબર પોર્ટ કરાવવા માટે તમારે UPC (યુનિક પોર્ટિંગ કોડ) જનરેટ કરવો પડશે.
  • તેના માટે PORT લખી સ્પેસ આપી મોબાઈલ નંબર સબમિટ કરી 1900 નંબર પર SMS મોકલો.
  • SMS સેન્ડ થયા બાદ તમારા મોબાઈલ નંબર પર તમને UPC કોડ મળશે.
  • તમે જે ટેલિકોમ ઓપરેટર પર સ્વિચ થવા માગતા હો તેના સેન્ટર પર પહોંચી UPC કોડ બતાવો.
  • સેન્ટર પર આધાર કાર્ડ અને બીજું ID પ્રૂફ આપો. ત્યારબાદ બાયોમેટ્રિક પ્રોસેસ કરવી પડશે.
  • 7 દિવસની અંદર જૂના નંબર સાથે નવું સિમ એક્ટિવ થઈ જશે.